News Portal...

Breaking News :

IPLના ખેલાડીઓ ધર્મશાલાથી સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યા

2025-05-10 10:58:08
IPLના ખેલાડીઓ ધર્મશાલાથી સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યા


દિલ્હી : પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) ના ખેલાડીઓ ધર્મશાલાથી સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા છે. 


BCCI એ ભારતીય રેલ્વેના સહયોગથી ખેલાડીઓને ધર્મશાલાથી બહાર કાઢવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી. બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ શુક્રવાર રાત્રે 10 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. ધર્મશાલાથી, બધાને પહેલા રોડ માર્ગે જલંધર લાવવામાં આવ્યા. આ પછી બધાને ટ્રેન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા. બંને ટીમોના ખેલાડીઓ અને અન્ય મેમ્બર્સ સફદરજંગ રેલ્વે સ્ટેશન પર ઉતર્યા હતા.IPL દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં ખેલાડીઓ ખુશ દેખાઈ રહ્યા છે. આ વિશે વાત કરતા, DCના અનુભવી સ્પિનર ​​કુલદીપ યાદવે વીડિયોમાં કહ્યું કે, "ટીમના ઘણા સભ્યો છે, ઘણા સ્ટાફ છે, BCCIના ઘણા લોકો છે, કેમેરામેનથી લઈને ટેકનિકલ લોકો સુધી, પરંતુ જે રીતે તેનું સંચાલન કરવામાં આવ્યું તે ખૂબ જ સારું હતું. 


હું BCCI અને ભારતીય રેલવેનો આભાર માનું છું."અગાઉ, PBKS અને DCની ટીમોને કડક સુરક્ષા વચ્ચે ધર્મશાલાથી હોશિયારપુર થઈને જલંધર રેલ્વે સ્ટેશન લઈ જવામાં આવી હતી. કાંગડા પોલીસ અધિક્ષક શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે બંને ટીમોના ખેલાડીઓ હાલમાં એક ખાસ ટ્રેન દ્વારા નવી દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે. પાકિસ્તાને ડ્રોન હુમલા દ્વારા ચંદીગઢ નજીક હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પછી ભારતે જવાબી કાર્યવાહી કરવી પડી હતી.ગુરુવારે PBKS અને DC વચ્ચે રમાયેલી IPL મેચ અધવચ્ચે જ રદ્દ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, "શુક્રવારે સવારે, બંને ટીમોના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પ્રસારણ કર્મચારીઓ સહિત સમગ્ર ટુકડીને લગભગ 40થી 50 નાના વાહનોમાં ધર્મશાલાથી પંજાબ સરહદ પર હોશિયારપુર લઈ જવામાં આવી હતી." આ ગ્રુપમાં શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ જેવા ખેલાડીઓ હતા.

Reporter: admin

Related Post