શહેરના રેલવે સ્ટેશન પર આવેલી તમામ ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરુ કરવામાં આવ્યું છે. રેલવે પોલીસના અધિકારીઓ અને સ્ટાફે રેલવે સ્ટેશન પર ચેકીંગ કર્યું હતું . તમામ રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટ ખાતે મોર્ચા પોઇન્ટ બનાવીને હથિયાર સાથે પોલીસ કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક મુકવામાં આવ્યા છે.

વડોદરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરુચ તથા અંકલેશ્વર, ડભોઇ અને આણંદ, નડીયાદ ગોધરા તથા દાહોદ રેલવે સ્ટેશન પર આરીએફની મદદથી રેલવે પોલીસે તમામ ટ્રેનોમાં ચેકીંગ કર્યુ હતું તથા શંકાસ્પદ શખ્સોના માલસામાનનું પણ ચેકીંગ કરાયું હતું, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તથા પાર્સલ ઓફિસ, મુસાફરખાના, વેઇટીંગ રુમ તથા ક્લોક રુમ લગેજ, વાહન પાર્કીંગ સહિતના સ્થળોએ રેલવે પોલીસે સઘન ચેકીંગ કર્યું હતું.

...
Reporter: admin