વડોદરા : શહેરમાં હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ ત્યારે તેમની સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં આજે 5 મે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે, પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા દીધા નહોતા અને વિરોધ કરવા આવેલા 20થી વધુ કાર્યકરોની ટીંગાટોળી અને દોડાવી- દોડાવી અટકાયત કરી હતી. અહીં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યુ કે, ગાંધીના ગુજરાતમાં ગાંધીવિચારનું અપમાન થઈ રહ્યું છે. જ્યારે પણ ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે. આ સાથે મુખ્યમંત્રી અને ભાજપ હાય હાયના નારા લગાવ્યાં હતાં.કોંગ્રેસના વિરોધને લઈ અગાઉથી પોલીસ ખડકી દેવાઈ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધી નગરગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાનું આયોજન કર્યું હતું.

પરંતુ આ કાર્યક્રમને પગલે કોંગ્રેસના કાર્યકરો આવે તે પહેલા જ વડોદરા ક્રાઇમ બ્રાંચ, રાવપુરા પોલીસના જવાનો, 2 એસીપી, 2 પીઆઇ સહિતનો પોલીસ કાફલો ગાંધી નગરગૃહ ખાતે પહોંચી ગયો હતો. જેમ જેમ કોંગ્રેસના કાર્યકરો આવે તેમ તેમ એક-એક કરીને તેમની ટીંગાટોળી કરીને પોલીસ તેમની અટકાયત કરવા લાગી હતી. કોંગ્રેસના કાર્યકરોને પકડવા માટે પોલીસને પરસેવો વળી ગયો હતો.વિરોધની જાણ થતાં પહેલેથી જ પોલીસ ખડકાઈ ગઈ હતી.સામાન્ય લોકોને પણ કાર્યકર સમજી પોલીસે પકડી લીધા કેટલાક સામાન્ય લોકોને પણ પોલીસ કોંગ્રેસના કાર્યકરો સમજી બેઠી હતી. જેથી પોલીસ તેમની પાછળ પણ પકડવા માટે દોડી હતી. એક વ્યક્તિએ કહ્યું હતું કે, હું લગ્નની ખરીદી કરવા માટે આવ્યો છું. જો કે, પોલીસ મને પકડીને લઇ જઇ રહી હતી. પોલીસે મને કહ્યું હતું કે, તમે પણ ચાલો. જો કે, પોલીસના કહેવા પ્રમાણે તે વ્યક્તિ કોંગ્રેસની કાર્યકર હતો.

Reporter:







