વડોદરા, તા. ૩ સીક્યુરીટી એજન્સી દ્વારા મુકવામાં આવેલ સીક્યુરીટી જવાનોના પગાર અને હાજરીઓમાં છેતરપીંડી થતી રોકવા તેમજ વિજિલન્સની તપાસ કરી જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય ડાયરેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે અને કર્મચારીઓને તેઓના હકના નાણાં આપવા પણ જણાવ્યું છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું છે કે,વડોદરા કોર્પોરેશનમાં વિવિધ સ્થળો ઉપર વડોદરા મહાનગરપાલિકાના સીક્યુરીટી શાખા દ્વારા જવાનો (સીક્યુરીટી) તૈનાત કરવામાં આવે છે અને તેનો ઇજારો આપવામાં આવે છે.હાલમાં જે ઇજારદારો સીક્યુરીટીનાં જવાનો આપની શાખામાં વિવિધ સ્થળો ઉપર જવાનોને જવાબદારીમાં મુકવામાં આવે છે તેઓના આઆિવી પગારમાં ગેરરીતી આચારવામાં આવી રહી છે.આ અંગે પોલીસ ફરીયાદ કરી ખાતાકીય તપાસ પણ કરવામાં આવે અને તાત્કાલીક અસરથી પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
મહાનગરપાલિકામાં આવતા રસ્તા, કચેરીઓ, તળાવો, બગીચાઓ, વોર્ડ ઓફીસો વિગેરેમાં અલગ અલગ જવાનો કોન્ટ્રાક્ટ બેઝ પર મુકવામાં આવે છે. જેઓની હાજરી અને હાજરીપત્રકમાં વડોદરા મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા ભરવામાં આવે છે. અને તે પ્રમાણે ઇજારદાર એજન્સી પગાર કરતા હોય છે. સિક્યુરિટી એજન્સી દ્વારા ૩૦ દિવસ હાજરી ભર્યા પછી ફક્ત ૨૬ દિવસનો જ પગાર આપવામાં આવે છે અને મહિનામાં એકપણ વાર રજા આપવામાં આવતી નથી. જો તેઓ ફરીયાદ કરે તો તેઓને ધાકધમકીઓ આપવામાં આવે છે કે કાલથી નોકરીમાંથી છુટા કરી દેવામાં જ લીધે બોલાતુ નથી. આ પ્રમાણે છેવાડાના માનવી જોડે છેતરપીંડી થાય તે અંગે તલસ્પર્શી તપાસ કરી સીક્યુરીટી એજન્સી ઉપર પગલા ભરી એ.સી.બી.માં ફરીયાદ કરી શકાય તેમ છે.
Reporter: admin