News Portal...

Breaking News :

સલામત ચોમાસાના કામોનું નિરીક્ષણ.ત્રીજા દિવસે સ્થાયી અધ્યક્ષ ડો.શિતલે વરસાદી કાંસનો ફ્લો વહેતો રાખવા થઈ રહેલી કામગીરી જોઈ ગટર અને કેચપીટ સફાઈ સત્વરે પૂરી કરો.

2024-05-15 17:08:58
સલામત ચોમાસાના કામોનું નિરીક્ષણ.ત્રીજા દિવસે સ્થાયી અધ્યક્ષ ડો.શિતલે વરસાદી કાંસનો ફ્લો વહેતો રાખવા થઈ રહેલી કામગીરી જોઈ ગટર અને કેચપીટ સફાઈ સત્વરે પૂરી કરો.


સ્થાયી અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી નગરજનો માટે સલામત અને સુરક્ષિત ચોમાસું સુનિશ્ચિત કરવા સતત પરિભ્રમણ કરીને વિવિધ કામોનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે આજે સતત ત્રીજા દિવસે કામોની પ્રગતિનું નિરીક્ષણ કરીને વિવિધ સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ તો વરસાદી કાંસોની સફાઈ પાણી વહેતું રહે એ રીતે કરવા તાકીદ કરી હતી.આજરોજ તેમણે  પુર્વ ઝોન વિસ્તારમા ડે.મ્યુનિ.કમિશનરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી, તથા વોર્ડના અને પ્રોજેક્ટના અધિકારીઓ તથા એન્જીનિયરો અને કોન્ટ્રાક્ટરો સાથે આજવા ચોકડી થી હાઇવે ને સમાંતર વાઘોડીયા ચોકડી સુધી ચાલી રહેલી વરસાદી કાંસની સફાઇની કામગીરીનુ બારીકાઇ થી નિરિક્ષણ કરવાની સાથે કાંસની બાજુમા ૧ કિલોમિટર લમ્બાઇ ધરાવતી નવિન બની રહેલી RCC ચેનલની કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. તેમણે રાત દિવસ કામગીરી ચાલુ રાખી મહિનાના અંત સુધીમા તેનું કામ પૂરું  કરવા સુચના આપી હતી.



હાઇવે ને સમાંતર કાંસની સફાઇની કામગીરી વહેલી તકે પુરી કરવા અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. ત્યારબાદ હાઇવે થી રાજીવનગર STP થઇ ઓડનગર, સંજયનગર, મંગલેશ્વર ઝાંપા થઇ કાસમઆલા કબ્રસ્તાન થઇ વિશ્વામિત્રિ નદિમા મળતી ૫ કિ.મિ. લંબાઇ ધરાવતી કાંસની સફાઇની કામગીરીનુ નિરિક્ષણ કર્યુ સાથે રાજીવનગર STP થી રાજીવનગર નાળા સુધી નવિન બની રહેલ RCC ચેનલની કામગીરીની સમિક્ષા કરી,સમયસર કામગીરી પુર્ણ કરવા અધિકારી કોન્ટ્રાકટરોને સુચના આપી હતી. સાથે ચોમાસાની ઋતુને ધ્યાનમા રાખી વરસાદી કાંસનો ફ્લો અટકે નહિ અને પાણી ભરાય નહિ અને કાંસ વહેતી રહે તે રીતે કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.



 રણછોડ પાર્ક સોસાયટી દિવ્યભાસ્કરની ઓફિસ નજીક ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીની બાબતમાં અધિકારી તથા કોન્ટ્રાકટરોને તાત્કાલીક કામગીરી પૂરી કરવા અને  ચરી પુરવા સુચના આપી હતી. તેમણે આગામી દિવસોમા આજુબાજુની સોસાયટીઓના ડ્રેનેજ નેટવર્કની કામગીરી કરવામા આવશે જે હાલ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે તેવો સંકેત આપ્યો હતો.તેની સાથે ઝોનમા સફાઇની કામગીરી સઘન બનાવવા તથા ચાલુ હોય એવી તમામ કામગીરી વહેલી તકે પુર્ણ કરવા અને વોર્ડ્મા ડ્રેનેજ તથા વરસાદી ગટરોની ૭૫% કેચપીટ સફાઇની  કામગીરી પૂરી થઈ છે ત્યારે પુર્ણ   બાકી રહેલી સફાઇની કામગીરી વહેલી તકે પૂરી થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવા કડક સૂચના આપી હતી.

Reporter: News Plus

Related Post