News Portal...

Breaking News :

INS બ્રહ્મપુત્રામાં ભીષણ આગ બાદ જહાજ સમુદ્રમાં એક તરફ નમી ગયું

2024-07-23 10:09:28
INS બ્રહ્મપુત્રામાં ભીષણ આગ બાદ જહાજ સમુદ્રમાં એક તરફ નમી ગયું


નવીદિલ્હી: યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં રવિવાર 21 જુલાઈના રોજ ભીષણ આગ લાગી હતી, જેમાં તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. 


આ ઘટના બાદ એક નાવિક પણ ગુમ થયો છે. ભારતીય નૌસેનાએ 22 જુલાઈના આ માહિતી આપી હતી. નેવીએ કહ્યું કે પહેલા જહાજમાં આગ લાગી, પછી તે ધીમે-ધીમે એક તરફ નમવા લાગ્યું અને હાલ તે જ સ્થિતિમાં ઉભું છે.નેવી દ્વારા આપવામાં આવેલ તેના નિવેદનમાં કહ્યું કે INS બ્રહ્મપુત્રામાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ જહાજ સમુદ્રમાં એક તરફ નમી ગયું હતું. નેવી તરફથી જણાવવામાં આવ્યું હતું કે હાલ અધિકારીઓ એક નાવિકની શોધ કરી રહ્યા છે કે જે આગની ઘટના બાદથી ગુમ છે.


નૌસેનાએ કહ્યું હતું કે ભારતીય નૌકાદળના મલ્ટી-રોલ ફ્રિગેટ બ્રહ્મપુત્રા પર 21 જુલાઈની સાંજે આગ લાગી  હતી. આ ઘટના બની ત્યારે તે ND(MBI)માં સમારકામ માટે જઈ રહ્યું હતું. નૌસેના ડોકયાર્ડ મુંબઈ અને બંદરમાં હાજર રહેલ અન્ય જહાજોના અગ્નિશામકોની મદદથી જહાજ ચાલકોએ 22 જુલાઇની સવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.નેવી દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે ફ્રિગેટ INS બ્રહ્મપુત્રા પર આગ લાગવાના કારણે આ યુદ્ધ જહાજ ગંભીર રીતે એક તરફ નામી ચૂક્યું હતું. તમામ પ્રયાસો કર્યા હોવા છતાં જહાજને સીધુ નથી કરી શકાયું.

Reporter: admin

Related Post