અખરોટના બિસ્કિટ બનાવવા માટેની સામગ્રીમાં 8 ચમચી માખણ, 1 કપ દડેલી ખાંડ, 3 ટીપા વેનીલા એસેન્સ, 2 કપ મેંદો,પા ચમચીસોડા, 1 ચમચી કોકો, 4 ચમચી અખરોટનો ભૂકો જરૂરી છે.
માખણ ફિણી લેવું અને તેમાં ખાંડ ઉમેરી ફેટી લેવું. તેમાં એસેન્સ ઉમેરી લેવું. મેંદો, સોડા, કોકો ભેગા કરી ચાળી લઇ તેમાં અખરોટનો ભૂકો ઉમેરવો. માખણના મિશ્રણમાં લોટનું મિશ્રણ ઉમેરી, બરાબર મેળવી જરૂર મુજબ દૂધ ઉમેરી કનક બાંધવી. બે ના લુઆ કરી બે પ્લાસ્ટિક વચ્ચે મૂકી એક લુઓ મૂકી પાતળો રોટલો વણી લેવો. આમ બીજા રોટલા વણી લેવા.
બિસ્કિટ કટર અથવા કોઈ ગોળ ઢાંકણા વડે બિસ્કિટ કાપી લેવા. હવે ગ્રીજ કરેલી બેકિંગ ટ્રેમાં બિસ્કિટ ગોઠવી અડધો કલાક ફીજમાં મુકવા. જો ઓવન હોય તો 180' તાપે 20 મિનિટ બેક કરવા. ત્યાર પછી તેને ડબામાં ભરી લેવા.
Reporter: admin