સામગ્રીમાં 1 વાડકી તુવેર દાણા, 1 વાડકી મેથીના પાન, 1 સમારેલી ડુંગળી, 1 સમારેલું ટામેટું, અડધી વાડકી ચણાનો લોટ, 1 ચમચી આદુ - મરચાની પેસ્ટ, 1 ચમચી લીબુંનો રસ, 1 ચમચી જીરું, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી મલાઈ, 2 લવીંગ અને 2 તજ જરૂરી છે.
એક વાસણમાં પાણી, હળદર, મીઠુ ઉમેરી તુવેર દાણા ઉમેરી બાફી લેવા. ચણાના લોટમાં આદુ - મરચાની પેસ્ટ, હળદર, મીઠુ, તેલ મિક્સ કરી મેથીના પાન ઉમેરવા. બધું મિક્સ કરી સોડા અને લીબુંનો રસ ઉમેરવો. જરૂર મુજબ પાણી ઉમેરી નાના નાના ગોળા વાળવા. અને ગરમ તેલમાં તળી લેવા.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી બધા ખડા મસાલા ઉમેરી દડુંગળી અને ટામેટા સાંતળી લેવા. તેમાં બાફેલા દાણા ઉમેરી થોડુ પાણી ઉમેરી ઉકળવા દેવું. હવે તેમાં તળેલા મુઠીયા ઉમેરી દેવા. અને બાફવા દેવું. હવે તેમાં મલાઈ ઉમેરી ઉકળવા દેવું. ત્યારબાદ ગેસ બન્ધ કરી લેવો.
Reporter: admin







