દહીંપુરી બનાવવા માટેની સામગ્રીમા પકોડી પુરી, 2 બાફેલા મેસ કરેલા બટાકા,2 ચમચી કોથમીર, 2 બારીક સમારેલી કોથમીર, 1 વાડકી ખજૂર - આમલી ચટણી, 1 ચમચી લસણની ચટણી, 2 કપ દહીં ( વલોવેલું ), 2 કપ સેવ જરૂરી છે.
એક ચમચી લસણની ચટણીને એક ચમચી પાણી સાથે મિક્સ કરો. બાકીની બધી સામગ્રી તૈયાર કરી રાખવી.હવે પુરી લઇ તેમાં બટાકા, ડુંગળી ભરી બધી ચટણી ઉમેરી ઉપરથી દહીં મુકો અને સેવ ભભરાવી પીરસી લેવી. માત્ર થોડા સમયમાં ટેસ્ટી દહીંપુરી તૈયાર થઇ જશે.
Reporter: admin