આ સુપ બનાવવા માટે દોઢ કપ છીણેલી મકાઈ, એક કપ મકાઈના દાણા, ત્રણ કપ પાણી, ત્રણ ચમચી માખણ, ત્રણ ચમચી મેંદો, બે કપ દૂધ, બે ચમચી ખાંડ, પા ચમચી મરીનો ભૂકો, અડધો કપ દૂધની મલાઈ અને મીઠુ સ્વાદ અનુસાર જરૂર પડે છે.
મકાઈના છીણમા દોઢ કપ પાણી અને મકાઈના દાણામા અડધો કપ પાણી રેડી કુકરમા બાફી લેવા. કુકરમા બે સિટી વાગવા દેવી ત્યારબાદ ઠંડુ પડે એટલે મકાઈના છીણને લીકવીડ કરી ગળી લઇ જાડો પલ્પ તૈયાર કરવો. જવે ગેસ પર એક વાસણમા માખણ ધીમા તાપે ગરમ કરી તેમાં મેંદો ઉમેરવો અમે મિક્ષ કરવું. હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરી હલાવતા રહેવું.
આ પ્રમાણે તૈયાર કરેલ સફેદ સોસમાં મકાઈનો પલ્પ ઉમેરવો અને તેમાં ખાંડ, મીઠુ અને મરીનો ભૂકો ઉમેરવો. હવે આ તૈયાર થયેલ સુપ જયારે પીરસો એમા ઉપરથી મકાઈના દાણા ઉમેરવા અને ક્રીમ ઉમેરી પીવું.આ સુપ જેટલું ટેસ્ટી લાગશે એટલું શરીરની હેલ્થ માટે સારુ રહેશે.
Reporter: admin