કાજુકતરી બનાવવા માટેની સામગ્રીમાં 200 ગ્રામ કાજુનો ભૂકો, એક કપ દડેલી ખાંડ, ઈલાયચીનો ભૂકો, વરખ, અડધો કપ દૂધ અને બે ચમચી ઘી ની જરૂર પડે છે
એક વાસણમાં ઘી લગાડી દડેલી ખાંડ અને દૂધ ઉમેરી મિક્સ કરી ગેસ પર ધીમી આંચ પર હલાવતા રેહવું. હવે એક ઉભરો આવે એટલે તેમા કાજુ અને ઈલાયચીનો ભૂકો ઉમેરી રોટલી વણાય એમ થાય એટલે ગેસ પરથી ઉતારી તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરવું.
થાળી અને વેલણ પર ઘી લગાડી રોટલી વણી લેવી અને ઠંડુ પડે એટલે કાપા કરી કતરી કરી વરખ લગાવી દેવું.
Reporter: admin