TRP ગેમ્સ ઝોન અગ્નિકાંડને ૨૦ કલાક કરતા વધુ સમય વિત્યો છે. જેમાં હજુ સુધી એક પણ મૃતદેહની ઓળખ થઈ શકી નથી. 31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી છે. તેમાં મોડી રાત્રી સુધી DNA લેવામાં આવ્યા છે. તંત્ર પાસે મિસિંગ અંગે કોઈ નક્કર આયોજન નહીં. તથા CM અને ગૃહ રાજ્યમંત્રી સિવિલની મુલાકાત લઈ શકે છે
રાજકોટના TRP ગેમઝોનની આગમાં 33ના મોત થયા છે. જેમાં સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.આખીરાત કાટમાળ તોડવાની કામગીરી ચાલી રહી હતી. તેમજ પોલીસ દ્વારા ઘટના સ્થળને કોર્ડન કરી દેવાયો છે. તેમજ 33 મૃતકોમાં 9 બાળકો પણ સામેલ છે. ગેમઝોનના માલિક પાસે કોઈ ફાયર NOC જ નથી. તેમજ મૃતદેહ બળીને ખાખ થતા ઓળખ થઈ શકી નથી તેથી મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટની કામગીરી શરૂ કરાઇ છે.રાજકોટમાં બનેલી અત્યંત ઘટનામાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ સાથે જ હજી પણ 4 જેટલા લોકો મિસિંગ હોવાથી ફાયર વિભાગ ઘ્વારા તેમને શોધવા માટે સતત મહેનત કરી રહી છે.ઉલ્લેખનીય છે કે TRP ગેમ ઝોન છેલ્લા 4 વર્ષથી કાર્યરત હોવાની માહિતી બહાર આવી રહી છે. ભીસણ આગથી અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે અને તે પણ એટલી ભયંકર મોત કે પરિવારજનો પોતાના સંબંધીના મૃતદેહ પણ ઓળખી ના શકે ત્યારે ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી વગર જ આ ગેમ ઝોન ચાલતું હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે હવે તંત્ર સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
આજે વહેલી સવારે એડીજી સુભાષ ત્રિવેદી અને એફએસએલ ડાયરેક્ટર એચ.જે.ત્રિવેદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.અને મૃતકોને ન્યાય મળશે. આ સાથે જ ફોરેન્સિક અધિકારીએ કહ્યું કે મૃતકોની ઓળખ થવી મુશ્કેલ છે જેથી મૃતકોના ડિએનએ રિપોર્ટ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જેમાં 12 કલાકથી લઈને 48 કલાકનો સમય લાગી શકે છે. ત્યારે આ ઘટનામાં કેટલીયે માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ ત્યારે હવે તંત્ર પોતાની નિષ્કાળજી છુપાવાની કોશિશ કરી દોષના ટોપલા એકબીજાના માથે નાખતા જોવા મળશે તેમાં પણ નવાઈ નથી. પરંતુ તક્ષશિલા અગ્નિકાંડ હોય કે મોરબી બ્રિજ દુર્ઘટના, કે પછી તાજેતરમાં જ માસૂમ બાળકોના જીવ લેનાર વડોદરાનું હરણી બોટકાંડ દરેક ઘટનાના દોષિતો હજી પણ બહાર ખુલા ફરે છે. ત્યારે શું નિષ્કાળજી દાખવનાર દોષિતો અને ગેમ ઝોનના સંચાલકોની બદલે માલિકો સામે કાર્યવાહી કરશે તે ખૂબ જ અગત્યના સવાલોઉભા થયા છે.
Reporter: News Plus