Catch The Rain” અભિયાન અંતર્ગત આયોજિત વર્ચ્યુઅલ સંવાદ સમારોહ યોજાયો..

ઇન્ડુ ફાઉન્ડેશન દ્વારા ડૉક્ટર્સ દિવસની ઉજવણીમાં “Catch The Rain” અભિયાન અંતર્ગત આયોજિત વર્ચ્યુઅલ સંવાદ સમારોહ આજે zoom પ્લેટફોર્મ પર યોજાયો, જેમાં વડોદરા અને આસપાસનાં ૫૦૦ જેટલા નિષ્ણાત ડૉક્ટરો જોડાયા. કાર્યક્રમમાં કેન્દ્રિય જળશક્તિમંત્રી તથા ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીએ“જનભાગીદારીથી જળસંચય”નાં પોતાના વિચારો શેર કર્યા.ડો.વિજય શાહ પૂર્વ અધ્યક્ષ: ભા.જ.પા, ડો હેમાંગ જોષી સાંસદ, ડો મિતેશ શાહ IMA પ્રેસિડેન્ટ, ડો રાજેશ શાહ, ડો હિતેન્દ્ર પટેલ, ડો બિજયસિંહ રાઠોડ, ડો હિતેશ રાઠોડ, ડો પ્રજ્ઞેશ શાહ, ડો રાજેશ ભટ્ટ, નર્સિંગ એસોસિએશનના કમલેશભાઈ પરમાર, ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના અલ્પેશભાઈ પટેલ અને હેતલભાઈ શાહ સહિતનાઓના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.દેશના પ્રત્યેક રહેવાસી ખેડૂત હોય કે શહેરવાસી વરસાદની એક-એક બિંદુનું જતન કરવું હવે અવશ્યક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ “Catch The Rain” અભિયાનથી સમગ્ર દેશમાં જળસંચયની નવી દિશા દર્શાવી છે. તેમના નેતૃત્વ હેઠળ, અનેક શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રુફટોપ રેઇનવોટર હાર્વેસ્ટિંગ પ્રણાલીઓનું અમલ શરૂ કરવામાં આવેલ છે.રૂફટોપ રેઇનવોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત વરસાદનું પાણી છત પર પડતાં તુરંત જ ડ્રેન દ્વારા વોટર ટાંકી અથવા ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવે છે. પાણીને ફિલ્ટર કરી તેમાં રહેલા પથ્થરો, વાયરસ, પદાર્થીક અણુઓ દૂર કરવા માટે ગ્રેટ્સ અને સેડિમેન્ટેશન ટાંકી લગાવવામાં આવે છે. પછી સૌફ્ટનિંગ માટે સેન્ડ–ગ્રાવેલ ફિલ્ટર્સ અને કાર્બન ફિલ્ટર દ્વારા ફિનિશિંગ થાય છે. આ પાણી જળ સ્ત્રોતોને ટકાવી રાખે છે.
આ પ્રયત્ન દેશના જળસંગ્રહ સ્તરની વૃદ્ધિ કરશે...
ડૉક્ટર તરીકે આપણી ફરજ છે કે આપણે માત્ર મનુષ્યનાં આરોગ્યનું જ નહીં, પરંતુ પર્યાવરણનું પણ જતન કરીએ. રુફટોપ રેઇનવોટર હાર્વેસ્ટિંગથી પાર્કિંગ, ગાર્ડન, રોડ ફલશિંગ, ક્લિનિકલ રીબ્રશિંગ, તેમજ ફાયર સેફ્ટી ફાઇટિંગ માટે પણ ઉપયોગ કરી શકાશે.નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રોત્સાહિત અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ “કેચ ધ રેઇન” અભિયાનમાં ભાગ લઈ, આપ સૌ ઘર, ક્લિનિક , હોસ્પિટલ સંકુલોને સ્વનિર્ભર અને વધુ ટકાઉ પાણી વ્યવસ્થાપન તરફ દોરી શકો છો. આ પ્રયત્ન દેશના જળસંગ્રહ સ્તરની વૃદ્ધિ કરશે, જિલ્લાના પાણી સંકટને ઓછી કરશે અને સ્વચ્છતા, સૅનિટેશનને સુનિશ્ચિત કરશે.આજે, આપના છત પર રેઇનવોટરની એક એક ટીપુંનો સંગ્રહનો અભિગમ દાખવી, આપણે “Catch The Rain” અભિયાનને સફળ બનાવો; ભવિષ્યના પેઢીઓને સ્વચ્છ અને પૂરતું પાણી આપવાનો સંકલ્પ કરીએ.ડૉ. વિજય શાહે ડૉક્ટરો માટે તેમના ક્લિનિક, હોસ્પિટલ અને નિવાસસ્થાનમાં રુફટોપ રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપવા માટેની વ્યૂહરચના અને ટેકનિકલ માર્ગદર્શન પ્રદર્શિત કરીને “વરસાદનું દરેક બુંદ અમૂલ્ય છે” એ સંદેશ આપ્યો. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલ એ જણાવ્યું હતું કે, આ અભિયાને ડૉક્ટરોને પ્રેરણા આપી કે તેઓ પોતાના ઘર, ક્લિનિક, હોસ્પિટલ માં વરસાદની એક એક બુંદ બચાવીને જળસંચયમાં નોંધપાત્ર યોગદાન આપે
Reporter:







