News Portal...

Breaking News :

ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર, વિપક્ષે આ મામલે ભારત સરકાર હસ્તક્ષેપ કરે તેવી માગ કરી

2024-08-07 16:25:57
ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર, વિપક્ષે આ મામલે ભારત સરકાર હસ્તક્ષેપ કરે તેવી માગ કરી


પેરિસ: ઓલિમ્પિકથી એક મોટા આચકા રૂપ સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. 


આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે.વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવતા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચમાં અયોગ્ય જાહેર કરવા બદલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સમક્ષ ફરિયાદ નોંધાવી છે. IOA આ મામલે વધુ કોઈ નિવેદનો આપશે નહીં. તેણે પ્રાઈવસી જાળવી રાખવા અપીલ કરી છે.યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) નિયમો અનુસાર જો કોઈ એથ્લીટ વજન માપવામાં ભાગ નથી લેતો કે અસફળ થાય છે તો તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે. આ ઉપરાંત રેન્ક આપ્યા વગર જ છેલ્લા સ્થાને મૂકાશે. 


ભારતીય પ્રતિનિધિમંડળે ફોગાટને વજનના માપદંડોને પૂર્ણ કરવા માટે વધારાના સમયની વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીને નકારી કઢાઈ હતી.વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરાઈ છે. આ સ્થિતિમાં ભારતના ઓલિમ્પિક ખેલાડીઓને પણ જોરદાર ઝટકો લાગ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે તેમનું વજન 50 કિલોની કેટેગરી સાથે મેળ નથી ખાતું. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ કહ્યું કે આ આઘાતજનક છે કે ભારતીય ટીમ મહિલા કુશ્તી 50 કિગ્રા કેટેગરીથી વિનેશ ફોગટ અયોગ્ય જાહેર થઈ છે. રાતભર ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિગ્રાથી થોડોક જ વધારે હતું.હાલના સમયે ટીમ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી રહી નથી.રેસલર વિનેશ ફોગાટ ફાઇનલમાં નહી રમી શકે. તેનું ઓવરવેઇટ હોવાથી તેઓ ડિસ્ક્વોલિફાય થયા છે. ત્યારે સંસદના ચોમાસા સત્રમાં આ મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે આ મામલે ભારત સરકાર હસ્તક્ષેપ કરે તેવી માગ કરી હતી. ત્યારે હવે આ મામલે બપોરે  3 વાગે આ અંગે રમતગમત મંત્રી સંસદમાં જવાબ રજૂ કરશે.

Reporter: admin

Related Post