News Portal...

Breaking News :

નાસા પાસે બન્ને અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા માત્ર 16 દિવસ બાકી

2024-08-07 16:21:25
નાસા પાસે બન્ને અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા માત્ર 16 દિવસ બાકી


નાસા: અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર લગભગ બે મહિનાથી અંતરિક્ષમાં અટવાયેલા છે. હાલમાં બન્ને અંતરિક્ષ યાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં છે. 


બન્ને અંતરિક્ષયાત્રીઓ બોઇંગ સ્ટારલાઇનરના પ્રથમ પરીક્ષણ માટે રવાના થયા હતા, પરંતુ અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેઓ પાછા ફરી શક્યા ન હતા. જો કે, હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા પાસે બન્ને અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા માટે માત્ર 16 દિવસ બાકી છે.અંતરિક્ષ યાત્રીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં 16 દિવસ બાકી નાસાના અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પરથી સુરક્ષિત રીતે પાછા લાવવામાં 16 દિવસ બાકી છે. તેમનું બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન હાલમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ISSમાં અટવાયું છે.


અંતરિક્ષયાત્રીઓ 50 દિવસથી વધુ સમય સુધી અંતરિક્ષમાં અટવાયેલા છે, જેના કારણે તેમની તબિયત બગડી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. નાસાના સૂત્રોના કહેવા મુજબ આઇ.એસ.એસ.માં સુનિતા વિલિયમ્સની બન્ને આંખોના કોર્નિયા(આંખનો સૌથી બહારનો હિસ્સો-નેત્રપટલ), લેન્સ અને આંખની નસનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. સુનિતાની આંખો ખરાબ થવાનો ખતરો આંખના નિષ્ણાત તબીબોના કહેવા મુજબ અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાના ગુરુત્વાકર્ષણ બળની અસરના કારણે તેમના મગજ, આંખ સહિત અન્ય અવયવો પર ભારણ વધે છે. ક્યારેક તો આંખનો આકાર પણ બદલાઇ જવાનું જોખમ રહે છે. તેમજ જો વધુ સમય માટે અંતરિક્ષમાના ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં રહેવાથી હંમેશા માટે દ્રષ્ટિહીન પણ થઈ શકે છે.

Reporter: admin

Related Post