News Portal...

Breaking News :

ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ હિન્દુજાનું નિધન

2025-11-04 17:21:17
ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ હિન્દુજાનું નિધન



લંડન : હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું આજે 85 વર્ષની વયે નિધન થયુ છે. 

ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ હિન્દુજાના નિધન પર બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય રામી રેન્જરે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે હિન્દુજાને સૌથી દયાળુ, નમ્ર અને વફાદાર મિત્રો પૈકી એક ગણાવ્યા હતાં. હિન્દુજા ગ્રૂપની શરૂઆત મુંબઈથી કરવામાં આવી હતી, પરંતુ ચાર વર્ષ પછી 1919માં કંપનીની પ્રથમ આંતરરાષ્ટ્રીય કામગીરી ઈરાકથી શરૂ થઈ હતી. અહીં તેમની ઓફિસ શરૂ કર્યા પછી, તેઓ 1979 માં કંપની બંધ કર્યા પછી લંડન ગયા. 

તેણે લંડનમાં નિકાસનો વ્યવસાય શરૂ કર્યો અને ધીમે ધીમે તેનો વ્યાપાર વૈશ્વિક સ્તરે વ્યાપકપણે ફેલાઈ ગયો. હાલમાં તેમની ઓફિસ દેશના તમામ મોટા શહેરોમાં છે અને 70 હજાર કર્મચારીઓ અત્યારે કામ કરી રહ્યા છે. હિન્દુજા પરિવારની હવેલી બકિંગહામ પેલેસ પાસે લગભગ 67 હજાર ચોરસ ફૂટમાં બનેલી છે. તેની કિંમત લગભગ 50 મિલિયન ડોલર છે.

Reporter: admin

Related Post