News Portal...

Breaking News :

ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાની સર્ટિફિકેટ વગર વિમાનની આઠ વખત ઉડાન

2025-12-03 12:41:11
ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાની સર્ટિફિકેટ વગર વિમાનની આઠ વખત ઉડાન



દિલ્હી : ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ સ્વીકાર્યું છે કે તેનું એક એરબસ A320 વિમાન એરવર્ધીનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વગર નવેમ્બર-2025માં આઠ વખત ઉડાન ભર્યું હતું. આ ગંભીર બેદરકારી સામે આવતા જ ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તત્કાલ તપાસ શરૂ કરી છે અને એરલાઈનને આ વિમાનને ગ્રાઉન્ડ કરવા (ઉડાન પર પ્રતિબંધ મૂકવા)નો નિર્દેશ આપ્યો છે. એર ઈન્ડિયાએ આ ઘટના બદલ ખેદ વ્યક્ત કરીને જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને આંતરિક તપાસ શરૂ કરી છે.



DGCAએ કહ્યું કે, ‘ARC દર વર્ષે વિમાનના મેન્ટેનન્સ રેકોર્ડ, ફિઝિકલ કન્ડિશન અને એરવર્ધીનેસ સ્ટાન્ડર્ડ્સના વેરિફિકેશન બાદ જારી કરવામાં આવે છે. આ વિમાનનું ARC એન્જિન બદલતી વખતે એક્સપાયર થઈ ગયું હતું, 


તેમ છતાં તેને સર્વિસમાં મૂકવામાં આવ્યું હતું. આ વિમાન વિસ્ટારાના મર્જર પ્રોસેસનો ભાગ હતું અને મર્જર બાદ પ્રથમ ARC રિન્યુઅલ DGCA દ્વારા થવાનું નક્કી કરાયું હતું. 26 નવેમ્બર-2025ના રોજ આઠ વખત ઉડાન ભર્યા બાદ ઓપરેટરે DGCAને જાણ કરી કે, વિમાન એક્સપાયર થઈ ગયેલા ARC પર ઉડાન ભરી રહ્યું હતું.’

Reporter: admin

Related Post