News Portal...

Breaking News :

ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે તેનું સૌ પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું

2024-07-12 15:42:35
ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે તેનું સૌ પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું


તિરુવનંતપૂરમ ૧૨ જૂલાઇ ૨૦૨૪: અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનમિક ઝોને  વિઝીન્જમ પોર્ટ ખાતે તેના સૌ પ્રથમ મધર શિપ ના આજે આગમનની ઘોષણા કરી છે.


વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરતી આ એક સીમાચિહ્નરૂપ ઘટના ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવા યુગમાં મંગલાચરણનો આરંભ કરવા સાથે વિઝિંજમને આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગોમાં નિર્ણાયક ખેલાડી તરીકે સ્થાપિત કરે છે.કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના હસ્તે આ સમારંભ ખુલ્લો મૂકવામાં આવ્યો હતુો. કેરળના બંદર મંત્રી વી.એન. વસાવાના અધ્યક્ષપદે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રના બંદર, શિપિંગ અને જળ  માર્ગોના મંત્રી સર્બાનંદ સોનોવાલે મુખ્ય મહેમાનપદે હાજરી આપી હતી. અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓથી સજ્જ ભારતના પ્રથમ સ્વચાલિત બંદરની આ સાથે શરૂઆત પણ થઇ છે, જે આધુનિક કન્ટેનર હેન્ડલિંગ સાધનો અને વિશ્વ-કક્ષાના ઓટોમેશન અને IT સિસ્ટમ્સ સાથે મોટા જહાજોનું સંચાલન કરવા માટે સમર્થ છે. 8,000-9,000 TEUs (વીસ-ફૂટ સમકક્ષ એકમો) ની ક્ષમતા સાથેનું સાન ફર્નાન્ડો મર્સ્ક દ્વારા સંચાલિત 300-મીટર-લાંબા કન્ટેનર જહાજ તેમજ લગભગ 2,000 કન્ટેનરને ખાલી કરવા અને 400 કન્ટેનરની અંદરની હિલચાલ માટે આ બંદર ઉપરની ઉપલબ્ધ સેવાઓથી લાભાન્વિત થશે.અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ વિઝિંજમના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે અમારા બંદર પર સાન ફર્નાન્ડોનું આગમન એ ભારતની સામુદ્રિક તવારીખમાં એક નવી ગૌરવશાળી સિદ્ધિનું પ્રતીક છે ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ અને સૌથી મોટા ડીપ વોટર પોર્ટે વ્યાપારી કામગીરીનો આરંભ કર્યો છે તેનાથી વિશ્વને અવગત કરવા આ એક સંદેશવાહક છે.એમ તેમણે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતાં ઉમેર્યું હતું. ભારતના મુન્દ્રા પોર્ટ સહિત અન્ય કોઈ પોર્ટ આપણી પોતાની અત્યાધુનિક આ ટેક્નોલોજીઓ ધરાવતું નથી. 


તેમણે કહ્યું હતું કે અમે અહીં પહેલેથી જ જે સુવિધા પ્રસ્થાપિત કરી છે તે દક્ષિણ એશિયાની સૌથી અદ્યતન કન્ટેનર હેન્ડલિંગ ટેક્નોલોજી છે. અને એકવાર અમે ઓટોમેશન અને વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સંપૂર્ણ સજ્જ થશે ત્યારે વિઝિંજમ તકનીકી દ્રષ્ટીએ વિશ્વના સૌથી વધુ અત્યાધુનિક ટ્રાન્સશિપમેન્ટ બંદરો પૈકીના એક તરીકે તેની પોતાની શ્રેણીમાં ઉભરી આવશે.હાલ ભારતના કન્ટેનર ટ્રાફિકના 25% ગંતવ્ય સ્થાનના માર્ગમાં ટ્રાન્સશિપ કરવામાં આવે છે. વિશ્વ સાથે ભારતનો વેપાર વધી રહ્યો હોવા છતાં દેશમાં આજ સુધી એકપણ સમર્પિત ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ નહોતું, જેના પરિણામે હાલમાં ભારતનો 75% ટ્રાન્સશિપ કાર્ગો ભારતની બહારના બંદરો દ્વારા નિયંત્રિત થાય છે.વિઝિંજમ માત્ર ભારતમાં ટ્રાન્સશિપમેન્ટ ટ્રાફિકની હિલચાલને જ સરળ નહીં બનાવે પરંતુ ભારતને જોડતા યુએસ, યુરોપ આફ્રિકા અને ભારતીય ઉપખંડ વચ્ચેના મુખ્ય માર્ગોના ટ્રાફિકને નિયંત્રિત કરવામાં પણ વ્યૂહાત્મક રીતે સ્થિત આ બંદર મહત્વની ભૂમિકા ભજવશે અને આમ વિઝિંજમ યુ.એસ.,યુરોપ, આફ્રિકા અને દૂર પૂર્વના આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોમાં નિર્ણાયક ભૂમિકા અદા કરી રહ્યું  છે. કેરળ સરકાર દ્વારા પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશિપ ધોરણે પ્રમોટ કરાયેલ વિઝિંજમ ઇન્ટરનેશનલ સીપોર્ટ એ એક મહત્વપૂર્ણ આર્થિક માળખાકીય પ્રોજેક્ટ છે. કેરળમાં ખાનગી ક્ષેત્રનું આ સૌથી મોટું રોકાણ છે. બિડ જીત્યા બાદ અદાણી પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સે આ પ્રકલ્પ વિકસાવવા માટે અદાણી વિઝિંજમ પોર્ટ પ્રા. લિ.(AVPPL) ના નામે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) ની રચના કરી. 17 ઓગસ્ટ 2015ના રોજ કેરળ સરકારના બંદર વિભાગ સાથે વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બંદરના વિકાસ અને સંચાલન માટે કન્સેશન કરાર કર્યા હતા. બહુવિધ પડકારોને પાર કરીને આ બંદર હવે સ્પર્ધાના અદ્યતન તબક્કામાં છે.

Reporter: News Plus

Related Post