પહેલગામ હુમલાનું સીધું કનેક્શન પાકિસ્તાન સાથે છે: વિદેશ સચિવ
દિલ્હી : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે.વિદેશ સચિવે જણાવ્યું છે, કે 'પહલગામમાં થયેલા હુમલાનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરને વિકાસ અને પ્રગતિથી રોકી પછાત રાખવાનો હતો. પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી TRFએ લીધી, હુમલાખોરોની ઓળખ પણ થઈ.
આ હુમલાનું સીધું કનેક્શન પાકિસ્તાન સાથે છે. પાકિસ્તાન દુનિયાભરના આતંકવાદીઓ માટે શરણસ્થળ બની ગયું છે. હુમલાના 15 દિવસ બાદ પણ પાકિસ્તાને આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી. ભારતે હુમલાનો જવાબ આપવા, રોકવા તથા પ્રતિરોધ કરવાના અધિકારનો પ્રયોગ કર્યો છે. ભારતની કાર્યવાહી જવાબદારીપૂર્ણ તથા બિલકુલ ઉશ્કેરણીજનક નથી.' ભારતીય સેનાની પત્રકાર પરિષદમાં કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું છે, કે 'માસૂમ પર્યટકો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કરાયું. પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું જે પાકિસ્તાન અને PoKમાં ફેલાયેલા છે.'
Reporter: admin