ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા, ટાઈફોડ, ઝાડા ઉલટી ના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર વારસિયા વિસ્તારમાં આવેલ તિવારીની ચાલ ખાતે પાણીપુરી ની પુરીઓ બનાવતા ના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરીયલ નો નાશ કરવામાં આવ્યો હતો
વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઈફોડ કોલેરા કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા નું આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણી પુરીની લાઈઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરીયલ નો નાશ કરી ને ૧૦ દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે
આજે વારસિયા વિસ્તારમાં આવેલ ત્રિકમજીની ચાલમાં આરોગ્ય વિભાગ એ સપાટો બોલાવ્યો હતો જેમાં સડેલા બટાકા, ચણા અને પાણી પુરીની પુરીઓ નો નાશ કરવામાં આવ્યો હતો પૂરી બનતા તેમની વેચાણ કરતા વેપારીઓના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરીયલ નો નાશ કરવામાં આવ્યો હતો અને ૧૦ દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી
Reporter: admin