ડભોઇ: નગરપાલિકાનુ પાંચ કરોડના ખર્ચે શિનોર ચોકડી મોહન પાકૅ સોસાયટી પાસે નવા બિલ્ડીંગ નું વાસ્તુ શાસ્ત્રો અને સત્યનારાયણની કથા ને ધાર્મિક વિધિ સાથે આજરોજ રીબીન કાપી લોકાર્પણ ધારાસભ્ય અને સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.

ડભોઈ નગર પાલિકા ધ્વારા શિનોર ચોકડી પાસે મોહનપાર્કની બાજુમાં રાજ્ય સરકારની સ્વર્ણીમ જયંતિની રૂપિયા 5 કરોડની ગ્રાન્ટમાથી અત્યાધુનિક સુવિધા સાથેનું નવીન બિલ્ડીંગનુ લોકાર્પણ 25મી જાન્યુઆરીના ગણતંત્ર દિનની ઉજવણી નિમીત્તે ડભોઈ નગરપાલિકા ધ્વારા પાલિકાના નવીન બિલ્ડીંગ નું લોકાર્પણ પ્રસંગે બિલ્ડીંગનું વાસ્તુ શાસ્ત્રુ અને સત્યનારાયણની કથા સાથે ધાર્મિક વિધિ કરી અને સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા ) તેમજ વડોદરા જિલ્લા મહામંત્રી બી જે બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, માજી શહેર પ્રમુખ સંદીપ શાહ, મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી, ભાવેશભાઈ પટેલ, વિશાલ શાહ (નડા ),ચીફ ઓફિસર જય કિશન તડવી મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો અને નગરપાલિકા તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.





Reporter: admin