વડોદરાની મહારાજા સહેજરાવ યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ કોમર્સમાં આજે નિરંજનભાઇ શાહ પરિવાર દ્વારા કોમર્સ ફેકલ્ટીને એક અધ્યતન કોમ્પ્યુટર લેબ બનાવી આજે લોકાર્પણ સમારો યોજાયો હતો.
કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય જણાવ્યું હતું કે આ જ ફેકલ્ટીના 1959 ની બેચના નિરંજનભાઇ શાહ હાલ અમેરિકામાં છે અને સેવા નિવૃત્ત થયા છે તેઓ વડોદરા આવ્યા અને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહને વાત કરી કે મારે મારી ફેકલ્ટી માટે કંઈ કરવું છે તેથી દીપકભાઈ શાહ નિરંજનભાઇ પટેલ પ્રવીણભાઈ શાહ વગેરે ફેકલ્ટીમાં આવી અને વિદ્યાર્થીઓ માટે શું જરૂરીયાત છે તેવું જણાવતા ડીન કેતન ઉપાધ્યાયે કોમ્પ્યુટર લેબ ની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું તેમને શરૂઆતમાં 50 લાખ રૂપિયા નું અનુદાન આપવાની ઈચ્છા બતાવી હતી પરંતુ આજે જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થયો છે ત્યારે તે એક કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે અને આ સંપૂર્ણ દાન નિરંજનભાઇ પરિવાર દ્વારા યુનિવર્સિટીને આજે કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ ના સ્વરૂપમાં લોકાર્પણ કર્યું હતું.
દરમિયાનમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કર્નલ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે દાતા પરિવારનો ખુબ આભાર માન્યો હતો અને યુનિવર્સિટીની સાલ ઓઢાડી તેમનું સ્વાગત કર્યું હતું અને યુનિવર્સિટીમાં બીજા પણ દાતાઓ પોતાની આ માતૃ સંસ્થામાં મદદ માટે આગળ આવ્યા એવી ટહેલ પણ નાખી હતી. આ આખો પ્રોજેક્ટ પૂરો કરવામાં ચંદ્રકાંતભાઈ વિરલ કોર્પોરેશને સઘળી જવાબદારી લઈ ને અધ્યતન કોમ્પ્યુટર લેબ બનાવી આજે ફેકલ્ટીને અર્પણ કરી હતી.
દરમિયાનમાં નિરંજનભાઇએ અમેરિકાથી વર્ચ્યુઅલ સંબોધન પણ કર્યું હતું. આજના કાર્યક્રમમાં સાયન્સ પ્રોફેસર હરી કટારીયા તથા કોમર્સ ફેકલ્ટીના પ્રો.જે કે પંડ્યા, ડો. શ્યામલ પ્રધાન, કલ્પેશ શાહ, પુરોહિત , કલ્પેશ નાયક, પ્રો પ્રજ્ઞેશ શાહ, સહિત પ્રોફેસરો ,લેક્ચરરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin