News Portal...

Breaking News :

વરઘોડામાં પોલીસે આરોપીના હાથમાં DVR પકડાવ્યું

2024-12-07 15:54:07
વરઘોડામાં પોલીસે આરોપીના હાથમાં DVR પકડાવ્યું


વડોદરા : ગત 20નવેમ્બર 24ના રોજ સીટી પોલીસ મથક હદ વિસ્તારમાં બે યુવક ઉપર જીવલેણ હુમલાની ઘટના ઘટતા હત્યાનો પ્રયાસ ,રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. 


બનાવની વિગત એવી છે કે, ફરિયાદી અનશભાઈના આરોપી ઇશામુદ્દીન સૈયદની બહેન સાથે આડાસંબંધની આશંકાએ ઇશામુદ્દીન સૈયદ સહીત 8 શખ્સોની ટોળકીએ અનશનું આયુર્વેદિક ત્રણ રસ્તાથી અપહરણ કરી મદાર મહોલ્લા ખાતે ગોંધી રાખી અનશને માથામાં તલવારના ઘા મારી લાકડી, પંચ જેવા હથિયારોથી ઇજા પહોંચાડી બચાવવા આવેલ રાહદારી ઇબ્રાહિમને પણ ઇજા પહોંચાડી ઘાયલ કર્યા હતા. 


દરમ્યાન આરોપી ઇશામુદ્દીનએ કોર્ટમાં સરન્ડર કરતા બાકી  તપાસ માટે પોલીસે કબ્જો મેળવી બનાવ સ્થળનું રિકંસ્ટ્રક્શન સાથે પંચનામું કરી વોન્ટેડ આરોપી તથા હથિયાર રિકવર કરવાની તજવીઝ હાથ ધરી છે.

Reporter: admin

Related Post