News Portal...

Breaking News :

વડતાલમાં ગોમતી કિનારેથીરથયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી નિજ મંદિરે પહોંચી

2024-07-07 20:56:59
વડતાલમાં ગોમતી કિનારેથીરથયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી નિજ મંદિરે પહોંચી


વડતાલ મંદિરના દેવોને રથયાત્રા પર્વ નિમિત્તે 1000 કિલો જાંબુનો ધરાવવામાંઆ આવ્યો 

સાંજે રવિ સભામાં ભક્તોને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો


વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે અષાઢી બીજ ને રવિવારના શુભ દિને રથયાત્રા મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો નિજ મંદિરમાં સવારે 9:30 કલાકે ઘુમ્મટમાં સોના ચાંદીના રથમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા આ મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપ આનંદજી તથા પ્રભુતાનંદજીએ રથયાત્રાનું પૂજન કર્યું હતું તેઓની સાથે રથયાત્રાના યજમાન વહેરાના શૈલેન્દ્રભાઈ પટેલ તથા વડોદરાના ભદ્રેશભાઈ દવે પૂજા વિધિમાં જોડાયા હતા. આ પ્રસંગે હજારો હરિભક્તોએ મંદિરમાં રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પૂજન બાદ રથયાત્રામાં બિરાજમાન ઠાકોરજીની પાંચ આપતી બ્રહ્મચારી મહારાજે ઉતારી હતી આરતી બાર ઠાકોરજીને ધરાવવામાં આવેલ 11 માં મગ 11 માં ચણા તથા જાંબુ નો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો જેનો ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. દરમિયાન બપોરે 1:30 કલાકે ગોમતી કિનારેથી વાજતે ગાજતે રથયાત્રા નગરનામરાજમાર્ગો પર નીકળી હતી



આ રથયાત્રામાં સંતો  પાર્સદો સંસ્કૃત પાઠશાળાના સંતોવિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર નગરમાં રથયાત્રાની સાથે સાથે ભક્તોને મગ ચણા તથા જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. બેન્ડવાજા તથા ડીજેના તાલે ભક્તો દ્વારા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી વડતાલમાં કોણ છે રાજા રણછોડ છે રાજા રણછોડ ની જય જય ના ગગન બેદી નારા વચ્ચે રથયાત્રા જપવાજતેઞાજતે જ્યાં સંતો દ્વારા રથયાત્રાનું પૂજન કરવામાં આવ્યું હતું આ

બોક્સ રથયાત્રા પર્વ નિમિત્તે 1000 કિલો નો જાંબુ ઉત્સવ ઉજવાયો 

વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામીએજણાવ્યું હતું કે મંદિરમાં બિરાજતા દેવોના રાધિકા હડ છે ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફરો નો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભક્તો દેવોનો રાજીપો પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે ચોમાસાની ઋતુમાં રથયાત્રાના શુભ દિને ઉમરેઠના હરિભક્ત વિપુલભાઈ પટેલ દ્વારા 1000 કિલો જાંબુ ધરાવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાંજે રવિ સભામાં ભક્તોને જામુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો સમગ્ર જાંબુ ઓડ ગામના  એક હરિ ભગત ના ખેતરમાં થી લાવવામાં આવ્યા હોવાનું ઉત્સવ નું આયોજન કરનાર પૂજ્ય શ્યામ સ્વામીએ જણાવ્યું હતું

Reporter: News Plus

Related Post