આજે વડોદરામાં જિલ્લા ભાજપના જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જો કે જીતેલા ઉમેદવારો લિફ્ટમાં ફસાઇ જતા દોડધામ મચી ગઇ હતી.

આ અંગે તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને ફસાયેલા ઉમેદવારોને લીફ્ટમાંથી બહાર કાઢ્યા હતા. વડોદરામાં ભાજપનાં જીતેલા ઉમેદવારોનો આજે જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહલ યોજાયો હતો જેમાં કોયલી, નંદેસરીનાં પેટ ચૂંટણીના વિજેતા સભ્યો તથા કરજણ નગરપાલિકાના જીતેલા 19 સભ્યો કાર્યાલયમાં પહોંચ્યા હતા. જો કે સન્માન સમારોહમાં પહોંચેલા ઉમેદવારો લિફ્ટમાં ફસાતા કાર્યકરોમાં દોડધામ મચી ગઇ હતી.

આ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી અને ફાયરની ટીમે સ્થળ પર પહોંચી તમામને બહાર કાઢ્યા હતા. જાણવા મળ્યા મુજબ લિફ્ટની કેપેસિટી કરતા વધઉ 8 સભ્યો લિફ્ટમાં હોવાના કારણે લિફ્ટ ઓવરલોડેડ થઇ ગઇ હતી જેથી આ ઘટના સર્જાઇ હતી. કેપેસિટી કરતાં વધુ લોકો લિફ્ટમાં પ્રવેશી જતાં લિફ્ટ અટવાઇ ગઇ હતી. ઉલ્લેખનિય છે કે હજું ગયા વર્ષે જ ભાજપ કાર્યાલય નંદે કમલમનું લોકાર્પણ કરાયેલું હતું.
Reporter: admin