News Portal...

Breaking News :

વડોદરાના વાઘોડિયા તાલુકામાં માત્ર એક જ કલાકના વરસાદમાં માર્ગો પાણી પાણી થયા, મંદિરમાં ભરાયા પાણી તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા.

2024-06-23 18:37:18
વડોદરાના વાઘોડિયા તાલુકામાં માત્ર એક જ કલાકના વરસાદમાં માર્ગો પાણી પાણી થયા, મંદિરમાં ભરાયા પાણી તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા.


વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ગઈકાલે વરસેલા સીઝનના પહેલા જ વરસાદે તંત્રની નબળી કામગીરીને ઊધડી પાડી. માત્ર એક જ કલાકના વરસાદમાં માર્ગો પાણી પાણી થયા. મંદિરમાં પણ પાણી ફરી વળ્યાં. જેના કારણે તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા.


ગઈકાલથી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે દેખા દીધી છે. જેના કારણે લોકો રાજી રાજી થઇ ગયા. પરંતુ પહેલા વરસાદની સાથે જ તંત્રની હલકી કામગીરીની પણ પોલ ખુલી છે. વડોદરા શહેર અને જિલ્લા સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલથી વાતવરણમાં પલટો આવ્યો છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે પણ ગઈકાલે વરસાદ ખાબક્યો હતો. પરંતુ અહીં જોવા જેવી વાત એ હતી કે સીઝનના પહેલા જ વરસાદમાં રોડ રસ્તા પાણી પાણી થયા. મંદિરમાં પાણી ફરી વળ્યાં.ગઈ કાલે મોડી સાંજે વાઘોડિયા સહિત તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.


અને આજ રોજ પણ વહેલી સવારથી આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું છે. ગઈકાલે ગાજ - વીજ તેમજ પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં વાઘોડિયા સહિત તાલુકામાં મેઘરાજા ની પધરામણી થઈ હતી. પરંતુ પહેલા જ વરસાદમાં રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા. તેમજ ડેપો રોડ પર આવેલ મેલડી માતાના મંદિરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. માત્ર એક જ કલાક જેટલા સમય માટે પડેલા વરસાદને લઈ પાણી વહેતા થયા હતા. જે પહેલા વરસાદમાંજ પ્રિ-મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉભા કરે છે. તો બીજી તરફ તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે. પશુ-પક્ષીઓમાં પણ વરસાદને લઈ ગરમીથી રાહત મળી છે.

Reporter: News Plus

Related Post