વડોદરા : મહાનગર પાલિકા ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કુલ 12 કામો ઉપર ચર્ચા કરવામાં આવી, જેમાંથી 11 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 1 કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.

બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા, બિલ્ડીંગ પ્રોજેક્ટ, અને સયાજી બાગ સંબંધિત કામોની ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે પાર્કસ એન્ડ ગાર્ડન, પાણી પુરવઠા તથા રીપ્લાઈટ વિભાગના કામો પણ સમાવિષ્ટ રહ્યા.

વિશેષ વાત એ રહી કે બેઠક માત્ર 15 મિનિટમાં સમેટી લેવામાં આવી હતી. મંજુર થયેલા તથા મુલતવી રાખવામાં આવેલા કામો અંગે ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી.સ્થાયી સમિતિ દ્વારા ઝડપી નિર્ણયો લઈ શહેરના વિકાસને દ્રષ્ટિએ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

Reporter: admin