શહેર નજીકના કોટણા બીચ પાસે મહીસાગર નદીના કાંઠે રેતી ખનન કરતા માફિયાઓનું શૂટિંગ કરતી વખતે સર્જાયેલા વિવાદમાં ડિજિટલ પ્લેટફોર્મના પત્રકારો પર રેતી માફિયા અને તેના સાગરિતો દ્વારા ખૂની હુમલો કરવામાં
આવ્યો હતો. આ બનાવ અંગે નંદેસરી પોલીસે ખૂનની કોશિષ સહિતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આજે પોલીસની ટીમે ફરિયાદીને સાથે રાખીને હુમલાના સ્થળનું પંચનામુ કર્યું હતુ. પંચનામા વખતે એફએસએલની
ટીમ પણ સાથે રહી હતી.
ગુજરાતના જાણીતા અખબાર ના ડિજિટલ પ્લેટફોર્મના કેમેરામેન પ્રદીપ ચૌબે અને પત્રકાર જીગીન વોરા કોટણા ગામ પાસે વહેતી મહીસાગર નદીના કિનારે રેતી માફિયાઓ દ્વારા થતા ગેરકાયદે રેતી ખનનના
સમાચાર બનાવવા ગયા હતા.
જે દરમિયાન રેતી માફિયાના માણસોએ ઉશ્કેરાઈને બંને ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે નંદેસરી પોલીસે ખૂનની કોશિષ સહિતના ગુનાઓ દાખલ કર્યા હતા. અને છ આરોપીઓની
ધરપકડ પણ કરી હતી. આ બનાવમાં ફરિયાદી જીગીન વોરાને સાથે રાખીને પોલીસે આજે સ્થળનું પંચનામુ કર્યું હતુ. પંચનામાના સમયે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ હાજર રહી હતી.
Reporter: News Plus