News Portal...

Breaking News :

જિલ્લા ભાજપમાં સતિશ નિશાળીયા સામે ઉકળતો ચરુ, તેમનાથી શેકેલો પાપડ ભાંગશે

2025-01-26 09:49:23
જિલ્લા ભાજપમાં સતિશ નિશાળીયા સામે ઉકળતો ચરુ, તેમનાથી શેકેલો પાપડ ભાંગશે


વડોદરા શહેર ભાજપમાં જ આંતરીક જૂથબંધી છે એવું નથી. વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળતો ચરુ જ છે કારણ કે વર્તમાન પ્રમુખ સતિશ નિશાળીયા સામે જિલ્લા ભાજપમાં જ ભારે અસંતોષ છે. 


સતિશ નિશાળીયાએ બીજી વખત પણ પ્રમુખ બનવા દાવેદારી કરી છે પણ તેમની કાર્યપદ્ધતી એવી છે કે જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરો તેમનાથી નારાજ છે અને તેથી જ પ્રમુખ બનવા માટે તેમની સામે 55 ઉમેદવારોએ દાવેદારી કરી છે. ગંધારા સુગર ફેક્ટરીમાં અને ખેડૂતોને એક્સપાયરી ડેટની બિયારણ આપનનારા સતિશ નિશાળીયા સામે જિલ્લામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.આમ તો એવું કહેવાય છે કે સંગઠનમાં  - કાયદો નહીં, વ્યવસ્થા હોય છે અને  સુચના નહીં, સમજ હોય છે. સંગઠન માં  કાનૂન નહીં, અનુશાસન હોય છે.અને સંગઠન માં - ભય નહીં ભરોસો હોય છે. સંગઠનમાં શોષણ થતું નથી પણ પોષણ થાય છે અને આગ્રહ નહીં પણ આદર હોય છે તથા સંપર્ક નહીં પણ સંબંધ હોય છે..અમે આવું કેમ કહીએ છીએ કારણ કે  વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ બરોડા ડેરીના ડિરેક્ટર સતિશ નિશાળીયા સંઘના આ એક પણ પેરામિટરમાં આવતા નથી. સંગઠનમાં અર્પણ નહીં, સમર્પણ હોય છે. 


સંગઠનમાં તો ખોટી વાતો ફેલાવીને સંગઠ ને તોડનાર પણ હોય છે પરંતું તે પારકો નહીં આપણો જ હોય છે.અને તેથી જ પોતાને સંગઠનમાં જાળવી રાખવાનું હોય છે. સંગઠન સામુહિક હિતો માટે હોય છે અને તેમાં વ્યક્તિગત સ્પર્ધા કે સ્વાર્થ હોતી નથી. સતિષ નિશાળીયા માટે એમ કહેવાય છે કે તે જ્યારે વડોદરા જિલ્લા સંઘમાં ડિરેક્ટર હતો ત્યારે દવાઓ, બિયારણ એક્સપાયરી ડેટના હોવા છતાં તેમણે ખેડૂતોને પધરાવી દીધા હતા. તેમની નિરાંત બિયારણ નામની એજન્સી છે. જિલ્લા સંઘ માથી લાખો રુપિયાના ડુપ્લીકેટ એક્સપાયર દવાઓ તેમણે બિયારણ નિરાંત બિયારણ નામે ખરીદી ખેડૂતો ને પધરાવી દીધા હતા. ભુતકાળમાં પણ ગાંધારા સુગરમાં વિવાદોમાં આવી ચુકેલા છે. સુગરમાં લાખો રુપિયામાં બેરીગ ખરીદી છે અને આખો પ્લાન્ટ રીનોવેટ કર્યો તેમાં તેમણે મશીનરી ઉંચા ભાવે ખરીદી કરી હતી. આ વિવાદમાં તો તેમને તે વખતના મંત્રીએ બહાર કાઢેલા છે.  સતિશ નિશાળીયાને તો માત્ર એક ધારાસભ્ય જોડે જ બને છે બાકી જિલ્લા ભાજપમાં કોઇની જોડે બનતું નથી. તેમના મહામંત્રી સિવાય. સી.આર.પાટીલે જ્યારે કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું ત્યારે જાહેરમાં ટકોર કરી હતી કે તમારાથી તો શેકેલો પાપડ પણ નહી તૂટે...આ ટકોર તેમણે એમ જ નહી કરી હોય, નિશાળીયાના કામોને જોઇને આ ટકોર કરાઇ હશે કે સુધરી જજો..પાર્ટીને બધી ખબર છે જ...ભૂતકાળમાં ગંધારા સુગર ફેક્ટરી દેવાળું ફૂંકવામાં  પણ એમનો હાથ હતો અને તેમના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો અને સરકાર ને ચૂકવવાનો વારો આવ્યો હતો.એક ધારાસભ્ય સિવાય તમામ આગેવાનો અને કાર્યકરો નિશાળીયાની વિરુદ્ધમાં...તેમણે આ વખતે પણ પ્રમુખ બનવા માટે દાવો કર્યો છે પણ ધારાસભ્યો  પણ તેમનાથી નારાજ છે. એક જ તેમની તરફેણમાં છે પણ બાકીનાઓએ તો તેમની વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. વાઘોડીયાની સીટ ભાજપ હારી તેમાં પણ તેમનો જ સિંહફાળો છે. તેમણે પૂર્વ સાંસદ સામે જ બાંયો ચડાવી હતી. જો આ વખતે એમની ટર્મ સારી હોત તો બીજા બધા એ ઉમેદવારી કરી ના હોત. આ વખતે તેમની સામે પ્રમુખ બનવા માટે 55 જણાએ દાવેદારી કરી છે અને તેથી જ સમજી શકાય છે કે સતિશ નિશાળીયા સામે કેટલો બધો રોશ છે. કહેવાય છે કે સતિશ નિશાળીયાએ તો બધાને ધમકી પણ આપી છે કે હું પ્રમુખ બનીશ તો બધાને જોઇ લઇશ.

Reporter: admin

Related Post