News Portal...

Breaking News :

ગાંધીનગરમાં પતંગ લૂંટવાની સામાન્ય વાતમાં રહેણાક બોર્ડિંગ અને તેની પાસે રહેલા લોકો વચ્ચે ધીંગા

2025-01-15 11:58:18
ગાંધીનગરમાં પતંગ લૂંટવાની સામાન્ય વાતમાં રહેણાક બોર્ડિંગ અને તેની પાસે રહેલા લોકો વચ્ચે ધીંગા


ગાંધીનગર: ઉત્તરાયણ પર્વની ઠેર-ઠેર ઉજવણી ચાલી રહી છે. કેટલાક પતંગ ચગાવવામાં મગ્ન છે તો અમુક પતંગ લૂંટવામાં ભાગદોડ કરતા જોવા મળશે. 


ત્યારે ગાંધીનગરના સેક્ટર 4માં પતંગ લૂંટવાની સામાન્ય વાતમાં રહેણાક બોર્ડિંગ અને તેની પાસે રહેલા લોકો વચ્ચે ધીંગાણુ સર્જાયુ હતું. સમગ્ર ઘટનામાં કેટલાક શખસો લાકડી સહિતના હથિયાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. 


ઘટના મામલે જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર દોડી આવી પહોંચી હતી. પતંગ લૂંટવાની સામાન્ય વાતને લઈને થયેલી બબાલની ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post