News Portal...

Breaking News :

મહુધાથી અમદાવાદ જતી બસ ડમ્પર સાથે અથડાતા કંડક્ટરનું મોત

2025-01-15 11:54:00
મહુધાથી અમદાવાદ જતી બસ ડમ્પર સાથે અથડાતા કંડક્ટરનું મોત


અમદાવાદ : મહુધાથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો હતો. ડમ્પર સાથે બસ અથડાતા કંડક્ટરનું મોત થયું હતુ. 


ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મહુધાથી અમદાવાદ જતી GSRTCની બસને વાઠવાળી નજીક અકસ્માત નડ્યો હતો. ડમ્પર બસ સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાઠવાળી નજીક રોડ ઉપર ઉભેલા ડમ્પરમાં એસટી ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે એસટી બસને ભારે નુકસાની પહોંચી હતી.


ઉત્તરાયણનો તહેવારના કારણે બસ ખાલી હતી, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, આ દુર્ઘટનામાં બસ કંડક્ટરનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ધરી છે.

Reporter: admin

Related Post