અજમેર: મૌલવીના કથિત ત્રાસથી પીડિત અજમેરમાં મુસ્લિમ પિતા-પુત્રએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો.
ધર્મ પરિવર્તન કર્યા બાદ શરીફ ખાન હવે શુભમ અગ્રવાલ બની ગયા છે અને તેમનો દીકરો અમન ખાન અમન અગ્રવાલ બની ગયો છે.હિંદુ ધર્મ અપનાવનારા આ પિતા પુત્ર ખાનપુરા અજમેરના રહેવાસી છે અને હવે તેઓ સુભાષનગર અજમેરમાં રહે છે. શરીફ ખાનથી શુભમ અગ્રવાલ બનેલા આ વ્યક્તિએ ક્રિશ્ચિયન ગંજ સ્થિત મંદિરમાં પૂજા-અર્ચના કરીને સનાતન ધર્મ અપનાવ્યો હતો. શુભમ અગ્રવાલે જણાવ્યું હતું કે હિંદુ ધર્મ અને લોકોથી પ્રભાવિત થઈને સનાતન ધર્મ અપનાવે છે. હવે હું રોજ પૂજા-અર્ચના કરીને ભક્તિભાવનો પાઠ ભણીશ.શરીફ ખાને શુભમ અગ્રવાલે જણાવ્યું હતું કે ખાનપુરા સ્થિત મસ્જિદના મૌલવીએ મારી પત્ની અને દીકરીને વશમાં કરીને અમારા તલાક કરાવી દીધા.
એટલું જ નહીં પણ મારી પુત્રી દ્વારા મારા ઉપર પોસ્કોનો કેસ પણ દાખલ કરાવ્યો છે. મૌલવીએ મારો આખો પરિવાર વેર-વિખેર કરી નાખ્યો. આટલું થયા બાદ પણ એક પણ મુસ્લિમ સમાજનો કોઈ પણ સભ્ય મારી મદદ માટે આગળ આવ્યો નહીં. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે હિંદુ ધર્મથી તેઓ પહેલાં પણ જોડાયેલા હતા અને હિંદુઓ ખૂબ જ મદદરૂપ થાય છે. આ જ વિચારીને મેં સનાતમ ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો અને મારી સાથે મારા દીકરાએ પણ આ જ ધર્મ અપનાવ્યો છે. મારી દીકરી એની માતા સાથે રહે છે. અમે બંને પિતા-પુત્ર સનાતન ધર્મ અપનાવીને ખૂબ જ ખુશ છીએ.
Reporter: admin