ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે 20 વર્ષીય યુવકને હત્યા કરી સળગાવી દેવાના પ્રકરણમાં પોલીસે એક સગીર અને એક બાળ કીશોર ને ડિટેઈન કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી ને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ ઉકેલી નાખ્યો છે

ગતરોજ ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે બળીયાદેવ મંદિરના બાજુના આવેલ બાકડા પર જૈમીન કુમાર કિરણસિંહ ગોહિલ રહે સાંઢાસાલ તા ડેસર ની હત્યા કરાવીને સળગાવી દીધેલી લાશ મળી હતી બનાવના પગલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલ સી બી એસ ઓ જી અને ડેસર પોલીસની વિવિધ ટીમો એ તપાસ આરંભી હતી અને (૧) ચિરાગ જગદીશભાઈ પરમાર રહે સાંઢાસાલ નદી વાળું ફળિયું તથા મરણ જનારના મિત્ર વર્તુળમાં બાળકિશોર આરોપી કાયદાના સંઘર્ષમાં શકદાર તરીકે બે જણ જણાઈ આવ્યો હતો
પોલીસ ની ટીમે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બાળકિશોર આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને કબુલાત મુજબ મૃતક જૈમીન કિશોર આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ રાખતો હતો અને જેથી પોતાની બહેન સાથે નહીં રાખવા બાબતે બનાવ વાળી જગ્યાએ બોલાચાલી થઈ હતી અને આરોપીએ મરણના માથાના ભાગે લાકડાનો ડંડો મારીને લોહી લુહાણ કરી દીધો હતો ત્યારબાદ પોતાની પાસે રહેલ બોટલમાં ભરેલ પેટ્રોલ છાંટીને જૈમીનના મૃતદેહને સળગાવી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ ડેસર પોલીસે હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો અને આરોપી ચિરાગ જગદીશ પરમાર સામે કાર્યવાહી હાથ ધરી છે
Reporter: admin







