જલંધર : પંજાબના ખેડૂતોએ ચાલુ ખરીફ માર્કેટિંગ સીઝનમાં ડાંગરની ખરીદીમાં થઇ રહેલા વિલંબ બદલ રાજ્યમાં અનેક સ્થળોએ સડકો બ્લોક કરી હતી અને રેલવે ટ્રેક પર દેખાવો કર્યા હતાં.
સંયુક્ત કિસના મોરચાએ બપોરે 12 થી 3 વાગ્યા સુધી રાજ્યવ્યાપી સડક નાકાબંદીની અપીલ કરી હતી.જ્યારે ભારતી કિસાન યુનિયન (એક્તા ઉગ્રાહાં)એ પણ ત્રણ કલાક માટે રેલ રોકો આંદોલનની અપીલ કરી હતી. ખેડૂતોએ નેશનલ હાઇવે સહિતના વિવિધ સ્થળોએ રોડ બ્લોક કરતા વાહનચાલકોને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો.
જો કે પોલીસે વૈકલ્પિક રૂથી ટ્રાફિકને ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરી હતી. ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે જણાવ્યું હતું કે ડાંગરની સરળ ખરીદીની ખાતરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હોવા છતાં ખેડૂતોને બજારમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર સામે પણ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
Reporter: admin