News Portal...

Breaking News :

નવસારી અને વલસાડમાં અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી

2025-09-28 14:15:36
નવસારી અને વલસાડમાં અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી


વલસાડ: નવરાત્રિમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એક્ટિવ થયા અને બે જિલ્લામાં ધડબડાટી બોલાવી દીધી. ગઈકાલે નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યુ હતું. 


અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું. ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 12 કલાકના આંકડા પર નજર કરશો તો આહ્વામાં 4 ઈંચ, વઘઈમાં 3 ઈંચ, સુબરીમાં 2.60 ઈંચ, અને સાપુતારામાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં પાણી જ પાણી થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં તો ખેલૈયા ચાલુ વરસાદે પણ રોકાયા નહોતા અને ગરબે ઝૂમતા દેખાયા હતા. 


તાપાી જિલ્લાના મુખ્યમથક વ્યારા શહેરના બાહુબલી નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ ચાલુ વરસાદે ગરબા રમતા જોવા મળ્યા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે પૂર્ણા, અંબિકા અને ખાપરી તથા ગિરા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગિરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાતના વલસાડમાં કપરાડા, ધરમપુર, વાપી અને ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જ્યારે નવસારીના ચીખલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ભારે પવન ફૂંકાતા અનેક મંડપ-પંડાલ ધરાશાયી થયા હતા. વૃક્ષો પડી જવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જેના કારણે અનેક જગ્યાએ ગરબા આયોજન ઠપ થઇ ગયા હતા. ખેલૈયાઓની મજા બગડી હતી.

Reporter: admin

Related Post