વડોદરા : ગોરવા ખાતે 60 વર્ષીય વૃદ્ધે 16 વર્ષની સગીરાને ફ્લેટના બેઝમેન્ટમાં લઈ જઈ પીંખી નાખી હતી.
વૃદ્ધ સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી બેઝમેન્ટમાં લઈ ગયો હતો. નરાધમે સગીરા સામે કરેલા કૃત્યને પગલે ગોરવા પોલીસે વૃદ્ધની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગતો મુજબ, ગોરવા ખાતે રહેતો 60 વર્ષિય વૃદ્ધ ડ્રાઈવિંગનું કામ કરે છે. વૃધ્ધ સોમવારે તેના ઘર નજીક રહેતી 16 વર્ષિય સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી, તેના ફ્લેટના બેઝમેન્ટમાં લઈ ગયો હતો. જ્યાં વૃધ્ધે સગીરાને અચાનકથી પકડી લીધી હતી અને ખુણે લઈ જઈ મોઢુ દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જોકે ત્યારબાદ વૃદ્ધે સગીરાને આ બાબતે કોઈને જાણ કરીશ તો તને મારીશ તેવી ધમકી આપી હતી. ત્યારે ગભરાઈ ગયેલી સગીરા પરત તેના ઘરે જતી હતી, તે દરમિયાન તેનો પરિવાર તેને જોઈ ગયો હતો.
પરિવારે સગીરાને શું થયું છે? તેમ પૂછતા તેને ઘટના અંગે જાણ કરી હતી. જેથી પરિવારે વૃદ્ધ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ વૃદ્ધની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. જોકે આ સમગ્ર મામલે ગોરવા પોલીસે વૃદ્ધ વિરૂધ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી સામે પોલીસે પોક્સો એક્ટના ગુના નોંધી તેની ધરપકડ કરી હતી. ભોગ બનનાર સગીરા છે અને માનસિક અસ્વસ્થ છે. પોલીસે સાયટિફિક ઈન્વેસ્ટીગેશન કિટની મદદ લઈ તપાસ હાથ ધરી છે. પોલીસે પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે. તેમ આર.ડી.કવા, એસીપી બી. ડિવીઝનએ જણાવ્યું હતું.દીકરીએ બનાવ બાબતે પરિવારને જાણ કરતા તેઓ દ્વારા ફ્લેટના સીસીટીવી તપાસવામાં આવ્યા હતાં. સીસીટીવીના ફુટેજ જાઈ પરિવાર ચોંકી ઉઠયો હતો. વૃદ્ધની કરતુત સામે આવતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી.
Reporter: admin







