News Portal...

Breaking News :

ચાર અલગ અલગ કેસોમાં લેબર કોર્ટનો મૃતકના વારસદારોને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ વળતર ચૂકવવા આદેશ

2025-03-26 17:37:34
ચાર અલગ અલગ કેસોમાં લેબર કોર્ટનો મૃતકના વારસદારોને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ વળતર ચૂકવવા આદેશ


વડોદરા : અકસ્માત મૃત્યુ વળતરના ચાર અલગ અલગ કેસોમાં લેબર કોર્ટે મૃતકના વારસદારોને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.



ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા તરફથી અકસ્માત મૃત્યુ વળતર અંગે વળતરની રકમ બેંક ખાતાઓમાં ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી હોય વળતરની રકમ મેળવવા મૃતકોના વારસદારોએ લેબર કોર્ટ વડોદરા કર્મચારી વળતર અધિનિયમ હેઠળ નિયુક્ત કમિશનર અરુણ સોની તથા સંજયકુમાર સુમંત પ્રસાદ જાની સમક્ષ અરજ ગુજારી હતી. જેમાં મૃતક જહિરૂદ્દીન કાઝી (મચ્છીપીઠ, રાવપુરા વડોદરા )ના વારસદારોને રૂ.9,62,475 રકમ, મૃતક જગદીશભાઈ રબારી (રબારી વાસ, ડભોઇ) ના વારસદારોને રૂ.9,62,475 રકમ, મૃતક જગદીશભાઈ વસાવા (નવીનગરી, કરણેટ ) ના વારસદારોને રૂ.9,89,625 રકમ તથા મૃતક મહેન્દ્રસિંહ મહિડા (નટવર નગર, ભાદરવા, વડોદરા ) ના વારસદારોને રૂ.9, 62,475 રકમ વળતરની રકમ ચૂકવવા આદેશ કરાયો છે.


 કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ આ રકમ પૈકી 85 ટકા રકમ 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ અને બાકીની 15 ટકા રકમ અરજદારોને ચૂકવાશે. ફિક્સ ડિપોઝિટની રકમ ત્રિમાસિક વ્યાજની ડિપોઝિટની સ્કીમમાં મૂકી તેનું વ્યાજ અરજદારને ચૂકવાશે.

Reporter: admin

Related Post