દશરથમાં ઝડપાયેલા પોણા ત્રણ કરોડના દારુના મામલાની તપાસ પીસીબીને સોંપાઇ
વડોદરા શહેરના છેવાડે આવેલા દશરથ ખાતેના બાલાજી ગોડાઉનમાં બે દિવસ અગાઉ વહેલી સવારે સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે રેઇડ કરી 2 કરોડ 44 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસ.એમ.સીની વડોદરામાં અત્યાર સુધીની સૌથી મોટી રેઇડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. છાણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પકેટર અમિત ગઢવીને તાત્કાલીક અસરથી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ ગુના નિવારણ શાખા (PCB) ને સોંપવામાં આવી છે. એજન્સીઓ સામે પણ પોલીસ કમિશનરે તપાસ મુકવી જોઇએ કારણ કે વડોદરા શહેરમાં ગેરાકાયદેસર રીતે અન્ય રાજ્યોમાંથી આવતો દારૂનો જથ્થો મોટા ભાગે વડોદરા પીસીબી ઝડપી પાડે છે. જેના પુરાવા પોલીસ ચોપડે છે. એટલે કહીં શકાય કે, શહેરમાં દારુ કયા રસ્તે અને કોણ કેવી રીતે લાવી રહ્યું છે, તેવી ઝીણવટભરી માહિતી પણ પીસીબીની ટીમ પાસે હોય છે. કારણ કે, પીસીબીની ટીમ દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો ઉપર સતત નર રાખતી હોય છે. તેવામાં સવાલ એ ઉભો થાય છે કે, દારુ પકડવામાં શહેર પોલીસની પીસીબી ટીમની માસ્ટરી છે, તો વડોદરામાં દારુ ભરેલી છથી સાત ગાડીઓ દશરથના બાલાજી ગોડાઉનમાં પહોંચી ત્યાં સુધી શહેર પોલીસને ગંધ સુધ્ધા કેમ ન આવી ? બાલાજી ગોડાઉનમાંથી બોલેરો પીકઅપમાં દારુ ભરીને ગોધરા ડિલિવરી આપવામાં આવે અને ત્યાંથી ગાડી ખાલી કરી પરત વડોદરા આવે તેની પણ જાણ સ્થાનિક પોલીસ સહિત પીસીબી, ડીસીબી સહીત એજન્સીઓને ના થઇ ? આટલી વિપુલ માત્રમાં દારૂનો જથ્થો વડોદરામાં ઉતરે અને શહેર પોલીસ ઊંઘતી ઝડપાય તે ખુબ શરમજનક બાબત માનવમાં આવી રહીં છે. આ સમગ્ર મામલાની તપાસ જ્યારે પીસીબીને સોંપવામાં આવે છે, ત્યારે એક એવી ચર્ચા શરૂ થાય છે કે, કોણે બચાવવા માટે આ સમગ્ર પ્રક્રરણની તપાસ પીસીબીને સોંપવામાં આવી છે. આ કિસ્સા પર ઊંડાણપૂર્વક તપાસ થાય તો છાણી પોલીસ સ્ટેશનના પી.આઇની જેમ અન્ય કેટલાક વહીવટદારો અને અધિકારીઓની પણ બદલી કરવામાં આવે તો નવાઇ નહીં. હવે જોવાનું રહ્યું કે, સ્ટેટ મોનિટરીંગ સેલની રેઇડમાં જે ચાર આરોપીઓ પકડાયા છે, તેમના રિમાન્ડ દરમિયાન પીસીબી કેટલી સ્ફોટક વિગતો મેળવી પોલીસ કમિશનરને રિપોર્ટ સુપ્રત કરે છે અને ત્યારબાદ કોણ બચે છે અને કેટલાની બદલી થાય છે.
છાણીના કહેવાતા વહિવટદારોને પણ સસ્પેન્ડ કરવા જોઇએ...
સમગ્ર મામલામાં છાણી પીઆઇ અમિત ગઢવીને સસ્પેન્ડ કરી દેવાયા છે પણ ખરેખર તો છાણી પોલીસનો તમામ સ્ટાફ, એજન્સીઓ તથા એસીપી અને ડીસીપી કક્ષા સુધી પોલીસ કમિશનરે તપાસ કરવી જરુરી છે. આટલો કરોડો દારુ ઉતારાય અને સ્થાનિક પોલીસને જાણ સુદ્ધાં ના થાય તે શહેર પોલીસ માટે શરમજનક કહેવાય. બુટલેગરોને છાણી પોલીસે છાવર્યા છે તે તો સ્પષ્ટપણે દેખાઇ આવે છે. છાણી પોલીસના કહેવાતા વહિવટદારોને પણ સસ્પેન્ડ કરી તેમની સામે ખાતાકીય તપાસ કરવી જરુરી છે.
Reporter: admin







