પટના : બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે મતગણતરી ચાલુ છે. જેમાં NDA 193 બેઠકો પર અને મહાગઠબંધન 45 બેઠકો પર સરસાઈ જાળવી રહ્યું છે.
લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનની પાર્ટીના પ્રદર્શન પર સૌની નજર છે.ચિરાગ પાસવાને ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે પાછલી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 100% રહ્યો હતો, એટલે કે 6માંથી 6 બેઠકો પર જીત મળી હતી. વર્ષ 2019માં LJP(R)એ ઝમુઈ, હાજીપુર, વૈશાલી, નવાદા, ખગડિયા અને સમસ્તીપુર લોકસભા બેઠકો જીતી હતી.
આ વિધાનસભા ચૂંટણીમાં LJP(R)એ 28 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે અને પાર્ટી હાલમાં 21 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો આ તમામ ઉમેદવારો જીતશે, તો તેમની પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 75% રહેવાનો અંદાજ છે.
Reporter: admin







