News Portal...

Breaking News :

વડોદરામાં પતિ મરજી વિરુદ્ધ જાતીય સંબંધ બાંધવા દબાણ કરતો પરિવારમાં ખોટી વાતો કરતો, પીડિત પત્નીએ અભયમની મદદ માગી

2024-04-28 17:41:24
વડોદરામાં પતિ મરજી વિરુદ્ધ જાતીય સંબંધ બાંધવા દબાણ કરતો પરિવારમાં ખોટી વાતો કરતો, પીડિત પત્નીએ અભયમની મદદ માગી

વડોદરામાં અભયમ હેલ્પલાઇનમાં પતિથી પીડિત મહિલાનો કોલ મળ્યો હતો. તેથી અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલાનું અસરકારક કાઉન્સિલિંગ કર્યું હતું. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી પતિ સાથે ઝઘડા ચાલી રહ્યા છે. મહિલાના મોસાળમાં લગ્ન પ્રસંગ હોવાથી પત્ની પર શંકા કરી રોજ ઝઘડા કરે છે અને પત્ની વિશે પરિવારમાં ખોટી અફવાઓ ફેલાવે છે. પત્નીને ઈચ્છા કે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરતા નથી અને પત્નીના મરજી વિરુદ્ધ જાતીય સંબંધ રાખવા દબાણ કરે છે અને માનસિક ત્રાસ આપે છે.

મહિલા રસોઈ બનાવવાનું કામ કરીને પોતાનું ઘર ચલાવે છે અને બાળકોની જરૂરિયાતો પૂરી કરે છે. મહિલા વધારાનો સમય કામ કરે છે, કારણ કે દીકરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી તેની ફી ભરવામાં રાહત રહે, પરંતુ પતિ પત્નીને સમજવાને બદલે શંકા કરી રોજ ઝઘડા કરે છે. અપશબ્દ બોલે છે. તેમજ દીકરીની કોલેજની ફી ભરવાની ના પાડે છે. દીકરીને આગળ અભ્યાસ કરાવવાનીના પાડે છે.

દીકરીને આગળ અભ્યાસ કરાવવાનીના પાડે છે.અભયમે બંને પક્ષની વિગત જાણી જેથી પીડિત મહિલાએ અભયમની મદદ લીધી હતી. અભયમે બંને પક્ષની વિગત જાણી મહિલાના પતિને સમજાવ્યા હતા કે, તમારી પત્ની મહેનત કરીને તમને આર્થિક રીતે સપોર્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તો તેમનો આભાર માનવો જોઈએ. પત્ની પર ખોટી શંકા કરીને તેમના વિશે ખોટી વાતો ફેલાવીને બદનામ કરવું નહીં. પત્નીને ઈચ્છા વિરુદ્ધ જાતીય સંબંધ માટે દબાણ કરવું નહીં. તેમની ઈચ્છા કે પરિસ્થિતિને સમજવી જોઈએ. એકબીજાની જરૂરિયાતો સમજવી અને સારી રીતે જવાબદારી નિભાવવી જોઈએ. બંને પતિ પત્નીને સમજાવ્યા કે પોતાના લગ્ન જીવન સંબંધો સુધારવા માટે પરિવાર સાથે બેસીને જમવું, રોજ પરિવાર વચ્ચે વાતચીત કરતા રહેવું જોઈએ.

Reporter: News Plus

Related Post