News Portal...

Breaking News :

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અહેવાલ માંગતી મહત્વપૂર્ણ સૂચના, દર બે કલાકે દરેક રાજ્યે તેના રાજ્ય સંબંધિત રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલવો પડશે

2024-08-18 10:12:02
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અહેવાલ માંગતી મહત્વપૂર્ણ સૂચના, દર બે કલાકે દરેક રાજ્યે તેના રાજ્ય સંબંધિત રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલવો પડશે


નવી દિલ્હી : કોલકાતામાં આર.જી. કર હોસ્પિટલમાં ડોક્ટર બળાત્કાર હત્યાની ઘટના પર દેશવ્યાપી આક્રોશ વચ્ચે, ગૃહ મંત્રાલયે  શનિવારે મહત્વપૂર્ણ પગલું લેતા દેશભરના પોલીસ દળોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અહેવાલ માંગતી મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે.


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના (યુટી) પોલીસ વિભાગોને દર 2 કલાકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના અહેવાલો મોકલવા નિર્દેશ આપ્યો છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર, બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સુરક્ષાની સ્થિતિ પર નજર રાખવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.ગૃહ મંત્રાલયે શનિવારે દેશના તમામ પોલીસ દળોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે દર 2 કલાકે અહેવાલો માંગતી સૂચના જારી કરી છે, 


જે ઈમેઈલ, ફેક્સ અથવા વોટ્સએપ દ્વારા મંત્રાલયને મોકલી શકાય છે.બધા રાજ્યોએ તેમની કાયદો અને વ્યવસ્થાની માહિતી ગૃહ મંત્રાલયને દર 2 કલાકે આપવી પડશે.  કોલકાતા બળાત્કાર કાંડ પછી આ પગલું લઈને કડક બન્યું છે ગૃહ મંત્રાલય. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાને રાજ્યના અધિકાર ક્ષેત્રમાં માનવામાં આવે છે પરંતુ હવે દર બે કલાકે દરેક રાજ્યે તેના રાજ્ય સંબંધિત રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલવો પડશે.

Reporter: admin

Related Post