વડોદરાઃ ૨૧૦ દિવસમાં ૧૬ દેશમાં થઈને ૧૬૮૮૮ કિલોમીટર સાયકલ ચલાવીને વડોદરાથી લંડન પહોંચનાર શહેરની સાહસિક યુવતી નિશાકુમારી અને તેમના માર્ગદર્શક નિલેશ બારોટ વડોદરા પરત ફર્યા હતા.
યુવતી નિશાકુમારીએ પોતાના અનુભવ વર્ણતા જણાયું હતું કે, કિર્ગીસ્તાનની બોર્ડર પર જવાનોને ખબર પડી કે અમે ભારતથી આવ્યા છે તો મિથુન ચક્રવર્તીનું જાણીતું ગીત જિમ્મી..જિમ્મી... આજા..આજા..! ગાઈને તેમણે અમારુ સ્વાગત કર્યું હતું.નિશાકુમારીએ કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની અસર તમામ દેશોમાં દેખાઈ રહી છે.રશિયા સહિતના દેશોમાં બરફ વર્ષા ઘટી હોવાનું ત્યાંના લોકોનું કહેવું છે.શાકાહારી હોવાથી યાત્રા દરમિયાન મોટાભાગના દેશોમાં ભોજનની તકલીફ પડી હતી અને કેટલાક સંજોગોમાં જાતે ખીચડી પણ બનાવીને ખાધી હતી.
ભાષાની પણ અડચણ આવી હતી.કારણકે મધ્ય એશિયા અને યુરોપના દેશોમાં લોકો મોટાભાગે તેમની જ ભાષા બોલે છે.તેમણે કહ્યું હતું કે, તાશ્કંદમાં મળેલા દિલ્હીના એક ભારતીયને જ્યારે ખબર પડી કે રાત્રે કાતિલ ઠંડીમાં અમારે પેટ્રોલ પંપ પર રોકાવું પડે છે ત્યારે તેમણે અમને એક ટેન્ટ ભેટમાં આપી દીધો હતો.મધ્ય એશિયાના દેશોમાં રાજકપૂર અને મિથુન ચક્રવર્તી આજે પણ જાણીતા છે.પીએમ નરેન્દ્ર મોદીની પણ લોકપ્રિયતા છે.
Reporter: admin