વડોદરા :મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે વોર્ડ 5 વિસ્તારમાં આવેલા TP પ્લોટ પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં પાલિકાના TP પ્લોટ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે દબાણ શાખા અને જમીન મિલકત શાખા દ્વારા છાશવારે કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે આજે વોર્ડ 5માં મહાવીર હોલ ચાર રસ્તા પાસેની પરિવાર સ્કુલ નજીકના પાલિકાના TP પ્લોટના દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલિકાના પ્લોટમાં કાચા બાંધકામ, પતરાના શેડ અને પાકા દબાણો પણ હતા પાલિકાની દબાણ શાખાએ JCBની મદદથી દબાણો દુર કર્યા હતા. આ કામગીરીમાં જમીન મિલકત શાખાના અધિકારીઓ, વોર્ડ કક્ષાના અધિકારી તેમજ સ્થાનિક પોલીસ અને SRPની ટીમને સાથે રાખવામાં આવી હતી. અને શાંતિપૂર્ણ રીતે દબાણો દુર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

Reporter: admin







