શહેરમાં દારૂનું નેટવર્ક સિંધી ગેંગ દ્વારા ચલાવવામાં આવે છે,મુકેશ હરજાણીની હત્યા બાદ ચાર જેટલા પ્રોહિબીશનના ગુનામાં નિલેશ ઉર્ફે નિલુ સિંધીની સંડોવણી બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
વડોદરા શહેરના ખોડીયનગર સર્જનમ રેસીડેન્સીમાં રહેતો લિસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે નિલુ હરેશભાઇ નાથાણી (સીંધી) સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 55 જેટલા પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયેલા છે. શહેરના કારેલીબાગ, પાણીગેટ, વારસીયા અને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનનો ગુનોમાં નિલુ સીંધીની સંડોવણી બહાર આવી હતી.
આ ઉપરોક્ત ચારેય પોલીસ સ્ટેશનમાં નિલુ સીંધીને સંડોવાણી સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. તેવામાં નિલુ સીંધી પોતાના ઘર પાસે હોવાની બાતમી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે સ્થળ ઉપર પહોંચી તેની અટકાયત કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. નિલુ સિંધીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વારસીયા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. જ્યાં તેના રિમાન્ડ મેળવી પુછતાછ હાથ ધરવામાં આવી છે. જ્યારે પાણીગેટ અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નિલુ સિંધીએ આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં આજદીન સુધી હાજર થયો ન હતો.
નિલુ સીંધી અગાઉ પ્રોહિબીશનના ગુનાઓમાં પકડાયો હોવાથી, તેને 6 વખત પાસા હેઠળ ધકેલવામાં આવ્યો હતો. આમ છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડ ટાળવા સારૂ નાસ્તા ફરતા લિસ્ટેડ બુટલેગર નિલુ સીંધીની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus