મુંબઈ: વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો આઈફા એવોર્ડનું ફંક્શન શુક્રવારની સાંજથી અબુ ધાબીમાં શરુ થયો છે.
આ એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા બોલિવૂડ સ્ટાર્સ અબુ ધાબીમાં એકઠા થયા છે. વર્ષ 2000માં લંડનમાં શરૂ થયેલો આઈફા એવોર્ડ આજે 25 વર્ષનો થઈ ગયો છે.આ વર્ષે આઈફા એવોર્ડના સમારોહનું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવ્યું છે. શુક્રવારથી શરૂ થયેલો સમારોહ 3 દિવસ સુધી ચાલશે. સતત ત્રીજી વખત અબુ ધાબી આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 25 વર્ષમાં આ એવોર્ડ સમારંભ ભારતમાં માત્ર એક જ વાર આયોજિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારંભ 17 થી વધુ દેશોમાં યોજાઈ ચુક્યો છે.વર્ષ 2000 માં, ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં પ્રથમ વખત આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સે એકસાથે ભાગ લીધો હતો.
આ એવોર્ડ શોમાં ચીનના સુપર સ્ટાર જેકી ચેનને પણ ઓનરરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.આ પછી વર્ષ 2001માં આ એવોર્ડનું આયોજન દક્ષિણ આફ્રિકાના સનસિટીમાં કરવામાં આવ્યું હતું. આ શોને પ્રિયંકા ચોપરાએ હોસ્ટ કર્યો હતો. આ પછી, 2002 માં, મલેશિયાના જેન્ટિંગ હાઇલેન્ડ શહેરમાં આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન લારા દત્તાએ કર્યું હતું.વર્ષ 2003માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ અનિલ કપૂર સાથે દિયા મિર્ઝા હોસ્ટ હતી. આગલા વર્ષે 2004 માં, આ એવોર્ડ સિંગાપોરમાં યોજાયો હતો જેનું સંચાલન રાહુલ ખન્ના અને સેલિના જેટલીએ કર્યું હતું. આ વર્ષે જયા બચ્ચનને ફિલ્મ ‘કલ હો ના હો’ માટે સન્માનિત કરવામાં આવી હતી.
Reporter: admin