News Portal...

Breaking News :

જૂનું સોનું વેચીને તેની સામે આજે નવું સોનું ખરીદશો તો 12.5 ટકા લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પ

2024-11-02 15:09:32
જૂનું સોનું વેચીને તેની સામે આજે નવું સોનું ખરીદશો તો 12.5 ટકા લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પ


મુંબઈ : આવકવેરાના નવા નિયમોને કારણે તમે જૂનું સોનું વેચીને તેની સામે આજે નવું સોનું ખરીદશો તો તેને જૂનું સોનું વેચીને નવું સોનું ખરીદ્યું હોવાનું માની લેવામાં આવશે અને તેના પર તમારે કેપિટલ ગેઈન પેટે ચૂકવવો પડશે. 


કારણ કે 2024-25ના વર્ષના બજેટમના માધ્યમથી ઘડવામાં આવેલા નવા નિયમો હેઠળ તમારે તેના પર કેપિટલ ગેઈન ભરવાની જવાબદારી આવશે. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનના નિયમ મુજબ તમે વેચેલા જૂના સોનાની કિંમત પર તમારે 12.5 ટકાના દરે લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. 2001 સાલમાં કોઈએ રૂ. 4300ના ભાવે 10 ગ્રામ સોનું ખરીદ્યું હશે 


અને આજે તે જ સોનું 10 ગ્રામના રૂ. 81000ના ભાવે વેચી દેવામાં આવે તો તેવા સંજોગોમાં તેનો કેપિટલ ગેઈન ટેક્સ રૂ. 76700ની રકમના 12.5 ટકા જેટલો ચૂકવવો પડશે. આ ગણતરી કરતી વખતે તેને ઇન્ડેક્સેશનનો લાભ આપવાનું બંધ કરી દેવામાં આવશે. તેથી તેના જૂનું સોનું વેચવા પર લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સની મોટી જવાબદારી ઊભી થશે.

Reporter: admin

Related Post