ઇરાક : ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે, aa દરમિયાન ઈરાકે તાજેતરમાં જ ઈઝરાયલ પર અનેક મિસાઈલો ઝીંકી છે, જેના કારણે વિશ્વ ભયભીત બન્યું છે.
હવે એવા નવા અહેવાલો સામે આવ્યા છે કે, ઈરાકના પીપુલર મોબિલાઈઝેશન યૂનિટ્સ (PMU)ના એક વરિષ્ઠ અધિકારીએ ચોંકાવનારી ધમકી ઉચ્ચારી છે. અધિકારીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, ‘જો યુદ્ધ થશે તો મધ્યપૂર્વમાંથી ગેસ કે ક્રૂડ ઓઈલનું એક ટીપું બહાર નહીં જવા દઈએ. યુરોપે પણ શિયાળો નજીક હોવાથી આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.’
પીએમયુ શિયા મુસ્લિમોની પેરામિલ્ટ્રી ગ્રૂપનું એક જૂથ છે. પીએમયુની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ જૂથ ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ચુક્યું છે. પીએમયુના અનેક રાજકીય જૂથો સાથે સંબંધો છે. ક્રૂડ ઓઈલ અને ગેસની નિકાસ અટકાવવાની ધમકીથી સ્પષ્ટ છે કે, ભૌગોલિક સંઘર્ષોના કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર કેટલાક સંવેદનશીલ હોય છે. યુરોપ પહેલેથી જ ઉર્જાની અછત સામે ઝઝુમી રહ્યું છે. જો મધ્ય પૂર્વથી ક્રૂડ અને ગેસનો પુરવઠો બંધ કરવામાં આવશે તો યુરોપમાં ગંભીર સંકત ઉભી થઈ શકે છે
ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ મધ્ય-પૂર્વમાં તણાવ વધવાની સાથે ભારતની પણ ચિંતા વધી છે. વર્તમાન સ્થિતિના કારણે મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતીય કંપનીઓને વેપાર કરવામાં મુશ્કેલીઓ પડી શકે છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે ચિંતા વ્યક્ત કરી વાટાઘાટો દ્વારા બંને દેશો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા મધ્યસ્થતા કરવા તૈયારી દર્શાવી છે.
Reporter: admin