News Portal...

Breaking News :

બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ... મતદાન પહેલા ભાવ વધારવા ની હિંમત કેમ કોઈ ક્યારેય કરતું નથી..??

2024-06-03 10:27:58
બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ... મતદાન પહેલા ભાવ વધારવા ની હિંમત કેમ કોઈ ક્યારેય કરતું નથી..??


સરકાર સહકાર અને શાહુકાર સામે હંમેશા પ્રજા લાચાર...આપણે શુભ કામ શરૂ કરવા મુહૂર્ત જોવડાવી એ છે.જો કે એક શુભ કામ એવું છે કે જો ચુંટણીનો સમય ચાલતો હોય તો એના માટેનું સારું મુહૂર્ત હંમેશા મતદાન પછીનું જ નીકળે.


અને આ શુભ કામ છે ભાવ વધારો.જેને ભાવ વધારો કરવો છે એના જોશી ગમે તેટલું મથે તો પણ મતદાન પહેલા સારું મુહૂર્ત ના જ નીકળે.અને મતદાન થઈ જાય પછી અખાત્રીજ જેવું.અખાત્રીજે બધા મુહૂર્ત શુભ હોય એ રીતે મતદાન પૂરું થયાં પછી ભાવ વધારા માટે બધા દિવસ,બધી ઘડી અને બધી તિથિઓ શુભ જ ગણાય.હવે કાલે તો નવા લોક પ્રતિનિધિ મળી જવાના છે.કોઈને મતમાં ગેર લાભ થવાની કોઈ સંભાવના નથી.એટલે દૂધ ઉત્પાદન સહકારિતા માં વિશ્વની ટોચની સંસ્થા અમૂલે સુકાનીપદ સંભાળી લીધું છે.અમૂલે વિવિધ પ્રકારના દૂધમાં લીટર દીઠ બે થી ત્રણ રૂપિયાનો ભાવ વધારો માત્ર જાહેર નથી કર્યો તાત્કાલિક અમલમાં મૂકી દીધો છે.એક્ષપ્રેસ હાઇવે ઓથોરિટી એ પણ ભાઈચારા ની ભાવના થી અમૂલની સાથે ટોલ ટેકસમાં વધારો જાહેર કર્યો છે.અમૂલના ભાવ વધારાથી તંદુરસ્તી જોખમાશે અને ટોલ ટેકસમાં વધારાથી પ્રવાસ મોંઘો થશે.ટુંકમાં બોધપાઠ એવો છે કે વ્યાયામ અને સારી આદતો દ્વારા આરોગ્ય સાચવો અને છાશવારે હરવા ફરવાનું બંધ કરી ઘરમાં રહો તો ભાવ વધારો નહિ નડે.અલીબાબા અને ચાલીશ ચોરની વાર્તામાં એક જાદૂઈ દરવાજો છે જે ખૂલજા સીમ સીમ કહેતા ખૂલે છે અને ચોર ટોળકી ગુફામાં પ્રવેશી શકે છે.બે સંસ્થાઓએ ભાવ વધારા માટે ખુલજા સીમ સીમ કહી દીધું છે, હવે જેને કિંમતો વધારવી હોય એ બધા માટે દરવાજા ખુલ્લા છે.ખોટી પાઘડી ના પહેરી લેતા.અલીબાબા ની વાર્તા માત્ર દાખલા માટે કીધી છે.કોઈને ચોર કહેવાનો અમારો ઈરાદો નથી.હવે બે ત્રણ દિવસમાં બરોડા ડેરી પણ ભાવ વધારો જાહેર કરશે.આજે તો વડોદરા વાળા ને જૂના ભાવે દૂધ મળ્યું છે.હવે પછી મોંઘુ દૂધ ખરીદવા તૈયાર રહેજો.કહેવાય છે કે સરકાર,સહકાર અને શાહુકાર સામે બધા લાચાર. એ ન્યાયે હવે સરકારી ઓઇલ કંપનીઓ વધુ સમય સુધી ખોટ સહન નહિ કરે.પેટ્રોલ,ડીઝલ માં ભાવ વધારાની કલ્પના સમયસર કરી જ લેજો.એક વાત સમજાતી નથી.ભાવ વધારા માટે મતદાન પૂરું થવાની રાહ કેમ જોવી? ચુંટણી ચાલતી હોય અને ભાવ ઘટાડવો હોય તો એ મતદાર ને લાલચ આપવા જેવું ગણાય.એટલે આચાર સંહિતા એવું કરવાની ના પાડે.પરંતુ ભાવ વધારવા માટે કદાચ આચાર સંહિતા લાગુ ન પડે.મતદાન બાકી હોય અને ભાવ વધારો કરો તો ચુંટણી પંચ વાંધો ન લઈ શકે.પરંતુ એક ખોટો ભય મનમાં ઘર કરી ગયો છે.કે મતદાન પહેલા ભાવ વધે તો લોચો પડે.મત ઓછા મળે. જો કે આ ઘર કરી ગયેલી ખોટી માન્યતા છે.જો અમૂલે અને અન્ય સહકારી ડેરીઓ એ મતદાન પહેલા ભાવ વધાર્યા હોત તો પણ જે જીતવાના નક્કી છે એ ઉમેદવારો જંગી બહુમતી થી જીત્યા જ હોત.૫ લાખ થી લીડ ઘટી હોય એવું પણ બનવાનું ન હતું.એટલે એકવાર હિંમત કરવાની જરૂર છે.પછી તો ભાવ વધારવા માટે મતદાન પૂરું થઈ જવા દેવાની રાહ નહિ જોવી પડે.



સહકારી દૂધ ઉત્પાદક  સંસ્થાઓ ભાવ વધારવા માટે હંમેશા ઉત્પાદકો ને વળતરયુક્ત કિંમતો ચૂકવવાની જરૂર પર ભાર મૂકે છે.પણ ક્યારેય એવું નથી જાહેર કરતી કે હવે પછી એક વર્ષ સુધી અમે ડેરીઓ ના વહીવટમાં કરકસર કરીશું અને સંચાલન ખર્ચ અંકુશમાં રાખીને ઉત્પાદકોને જરૂરી ભાવ વધારો આપીશું અને ગ્રાહકો ને જૂના ભાવે દૂધ પૂરું પાડીશું.પહેલા સહકારી સંસ્થાઓ ઉત્પાદકો ની સાથે ગ્રાહકો નું હિત સાચવવા નો વિચાર કરતી.હવે આવી નબળી વિચારધારા ફગાવી દેવામાં આવી છે.કારણ કે ઉત્પાદક અઘરી વોટ બેંક છે,સાચવવી પડે.ગ્રાહકો તો જખ મારીને વધારે ભાવ ચૂકવશે અને મત પણ આપશે.મારા બેટા જશે ક્યાં?ઉપર શાહુકારની વાત કરી. પુણે ના પોર્શે કેસનો દાખલો લો.બે તેજસ્વી યુવાઓને કચડી નાંખનાર વંઠેલ દીકરાના લોહીના નમૂના, પૈસાના જોરે ધાર્યું કરવાની ટેવ વાળા શ્રીમંત માબાપ સરકારી દવાખાનામાં જઈને બદલાવી આવ્યા. એમની વિચારધારા એવી કે મરનારાઓ ના માબાપ બૂમરાણ મચાવવા સિવાય શું તોડી લેશે.વડોદરાની પથારી માં બેભાનીની સજા ભોગવી રહેલી દીકરીના કિસ્સામાં પણ એવું જ બન્યું છે ને? શાહુકાર માબાપ નો ગુનેગાર નબીરો ક્યાં પકડાયો છે.?આજે સવારે સૂર્ય માળાના છ થી સાત ગ્રહો સીધી લાઈનમાં આવી ગયા હતા.પરંતુ એ જ સમયે ગ્રાહકોના નસીબના ગ્રહો વંકાયા.અને દૂધની કિંમતો તથા ટોલ ટેકસમાં વધારા નો હથોડો ઝીંકાયો. આ બધું તો ચાલ્યા જ કરશે.જીવાય ત્યાં સુધી જીવજો.બાકી રસ્તા ઘણાં છે..ટુંક માં...દિલ પે મત લો યારો..યે દિન ભી બીત જાયેંગે..ચૂંટણી પતી નહી અને અને ભાવ વધારો ચાલુ.. અમૂલ દૂધ લીટર બે રૂપિયા વધ્યા...એક્સપ્રેસ-વે અને નેશનલ હાઈવે 48 ઉપર ટોલ ફીનો સરેરાશ ૫ ટકાનો વધારો... ગુજરાતમાં તમામ ધંધા રોજગાર ઉપર પાલિકાનાં બાધકામ પરવાનગી શાખા, ફાયર વિભાગ,વોર્ડ ઓફિસરોનો આતંક શરુ. હજારો મિલકત સીલ.હજારોને નોટીસ..તમામ વેપારીની રોજગારી છીનવાઈ. આ પરિવારોના ઘર કોણ ચલાવશે ? આખા ગુજરાતમાં મોટા શહેરોમાં વિજ કંપનીઓ સ્માર્ટ મીટર લગાડવા માટે તલપાપડ...શાસક પક્ષે એક પછી એક,કાયદા બતાવીને પ્રજાને રંજાડવાનું કશું બાકી રાખ્યું નથી. જો ત્રીજી ટર્મમાં મોકો મળશે તો આ લોકો બેફામ થશે.વોટ લેતી વખતે જનતા જનાર્દનની વાતો કરવાની, ચૂંટણી પતી જાય પછી તું કોણ અને હું કોણ ?

Reporter: News Plus

Related Post