વડોદરા : ગત 2022 વિધાનસભાના ચુનાવ પહેલા અખબારી યાદીમાં થર્મલ પાવર સ્ટેશન ખાતે 1200 જેટલા હેલ્પર લેવાની પ્રસારિત કરવામાં આવ્યું હતું જેને આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે

તમામ દસ્તાવેજ પુરાવા આપી ચૂક્યા બાદ પણ તેમણે નોકરી મળી નથી જેને લઈને બે દિવસથી ઉપવાસ આનંદ પર વિધુતભવન ની ઓફિસ બહાર બેઠા છે, આજે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા તેમને આ ઉમેદવારોની વાત સાંભળી અને અગાઉ ચીમકી પણ આપી છે કે જોકે એમડી આ વાતને ધ્યાન પર નહીં લે તો આગામી દિવસોમાં આંદોલન કરી એમડીની ગાડી પણ ઘેરાવ થશે.

ઉમેદવારો સાથે વાત કરતા તેમને કીધું કે અમે રોજ ₹400 ની મજૂરીમાં કામ કરીએ છીએ આજે મારા પરિવારમાં મારા થકી ઘર ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે મારી માતાને હું ન્યાય માટેની માંગણી કરવા જઈ રહ્યો છું. તેમ કહીને વડોદરા આવ્યો છું એક સામાન્ય પરિવારમાં રહેતા આ નોકરી મળે તો અમારું જીવન ગુજરાન ચાલશે.




Reporter: admin