વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ટેરિફની જાહેરાત કરીને દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, જે દેશ અમેરિકા પર જેટલો ટેરિફ વસૂલશે એટલો જ ટેરિફ અમેરિકા તેની પાસેથી વસૂલશે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે એવું ન કર્યું. તેણે અડધો ટેરિફ લગાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં તેમના કેબિનેટ સભ્યો સાથે યુએસ સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 2:00 વાગ્યે) ટેરિફની જાહેરાત કરી દીધી છે.
ટ્રમ્પે શું કર્યું એલાન?
ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ આજથી લાગુ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી મોટી જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે પહેલી જ જાહેરાતમાં ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફને આજથી લાગૂ કરી દીધી છે. જો કે, તેની જાહેરાત ટ્રમ્પ પહેલા પણ કરી ચૂક્યા હતા.પોતાના ભાષણ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા અન્ય દેશો પાસેથી મોટરસાઇલો પર માત્ર 2.4 ટકા ટેરિફ વસૂલે છે. આ વચ્ચે થાઈલેન્ડ અને અન્ય દેશ ખુબ વધારે કિમત વસૂલી રહ્યા છે. જેમકે ભારત 60 ટકા, વિયતનામ 70 ટકા અને અન્ય દેશ તેનાથી પણ વધુ કિમત વસૂલી રહ્યા છે. આપણા શ્રમિકો વર્ષોથી જે ક્રૂર હુમલાનો સામનો કરવો પડ્યો છે, આ તેમના વિરૂદ્ધ કરવામાં આવેલી અન્યાયનો જવાબ છે.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે તેમનાથી લગભગ અડધા ટેરિફ લઈશું જે અમારાથી વસૂલી રહ્યા છે. એટલા માટે ટેરિફ સંપૂર્ણ રીતે રેસિપ્રોકલ નહીં હોય. હું એવું કરી શકતો હતો, પરંતુ આ ઘણા દેશો માટે કઠીન બની જાત. અમે એવું કરવા નહોતા માગતા.
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે કયા દેશ પાસેથી કેટલો ટેરિફ વસૂલવામાં આવશે. આ ટ્રમ્પના ભાષણની સાથે જ લાગૂ થઈ રહ્યા છે.
ચીન - 34 ટકા
યૂરોપીય સંઘ - 20 ટકા
જાપાન - 24 ટકા
દક્ષિણ કોરિયા - 25 ટકા
સ્વિત્ઝરલેન્ડ - 31 ટકા
યૂનાઇટેડ કિંગડમ - 10 ટકા
તાઇવાન - 32 ટકા
મલેશિયા - 24 ટકા
ભારત - 26 ટકા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશોને કહ્યું કે, જો તમે ઇચ્છો છો કે અમારા ટેરિફ ઓછા થાય, તો પહેલા પોતાના ટેરિફ ઓછા કરો. જો તેઓ ફરિયાદ કરશે અને ઇચ્છશે કે તેમના ટેરિફ શૂન્ય થઈ જાય, તો તેમને પોતાના ઉત્પાદન અમેરિકામાં જ બનાવવા જોઈએ. જો તમે પોતાના કારખાના અને ઉત્પાદન અમેરિકામાં બનાવે છે, તો કોઈ ટેરિફ નહીં લાગે અને અમે પહેલા ક્યારેય ન જોયેલી સંખ્યામાં કંપનીઓને અમેરિકામાં આવતા જોઈએ છે.
Reporter: admin